રાજકોટ
News of Saturday, 23rd May 2020

આજે સાંજે બીહારની બે ટ્રેનઃ કુલ પ૦ થી વધૂ ટ્રેનો અને ૮૦૦ થી વધૂ બસમાં લાખથી વધૂ શ્રમીકો મોકલાયા

રપમી સૂધી કલેકટર તંત્રે ટ્રેનો બૂક કરીઃ ત્રણ દિ' રજા હોય નિરાંતનો શ્વાસ લેતા અધિકારીઓ

રાજકોટ તા.ર૩ : આજથી ત્રણ દિવસ રજા હોય સતત રાા મહિનાથી કોરોનાની કામગીરી સામે લાગેલા કલેકટર તંત્રના સ્ટાફ અને અધિકારીઓએ નિરાંતનો શ્વાસ લીધો છે.

આજે ચોથો શનિવાર-કાલે રવીવાર ઉપરાંત સોમવારે ઇદની રજા જાહેર થઇ છે.

દરમિયાન એડી.કલેકટર શ્રી પરિમલ પંડયાએ ''અકિલા''ને જણાવ્યું હતું કે, આજે સાંજે વધૂ બે બીહારની ટ્રેનો જશે, એકમાં જેતપૂર તથા બીજામાં શાપર-વેરાવળના શ્રમીકોને મોકલાશે, એક ટ્રેન સાંજે ૭ વાગ્યે તો બીજી રાત્રે ૯ વાગ્યે ઉપડશે.

તેમણે ઉમેર્યું હતું કે આજ સૂધિ ૪પ થી પ૦ થી વધૂ ટ્રેનો અને ૮૦૦ થી વધૂ બસોમાં જૂદા-જૂદા રાજયોમાં રાજકોટથી કુલ ૧ લાખથી વધૂ શ્રમીકો મોકલવામાં આવ્યા છે, હવે શ્રમીકોનો ધસારો ઘટી ગયો છે, જો, કે કલેકટર તંત્રે રપમી સુધી ટ્રેન બૂક કરી છે.

(12:01 pm IST)