રાજકોટ
News of Wednesday, 23rd May 2018

તો લાગી શરતઃ કોમેડી સસ્પેન્સ ગુજરાતી ફિલ્મ

બે કોલેજીયન મિત્રો વચ્ચે મસ્તીમાં ટાંટીયા ખેંચવાની લાગેલી શરતની સ્ટોરીઃ ફિલ્મમાં એકપણ ગીત નથી : રાજકોટના ડાયરેકટર નીતિન વૈદ્યએ ફિલ્મ બનાવી, ફિલ્મમાં પણ અભિનય : રોનિત વૈદ્ય ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં : પરિવાર સાથે માણવાલાયક ફિલ્મ ૧ જૂને રિલીઝ થશે : રાજકોટની મારવાડી કોલેજ, વિદ્યા નિકેતન સ્કુલ, લેકવ્યુ રીસોર્ટમાં શૂટીંગ થયુ

રાજકોટ, તા.૨૩ : વધુ એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મનું નામ છે ''તો લાગી શરત''. પરિવાર સાથે માણવા જેવી આ કોમેડી સસ્પેન્સ ગુજરાતી ફિલ્મ આગામી ૧ જૂનના રીલીઝ થશે. વ્યવસાયે આર્કિટેક અને મુળ રાજકોટના જ નીતિનભાઈ વૈદ્યએ આ ફિલ્મ બનાવી છે અને અભિનય પણ કર્યો છે તો ફિલ્મમાં મુખ્ય પાત્ર તેમના પુત્ર રોનિત વૈદ્યએ કર્યુ છે.

ગુજરાતી ફિલ્મ ''તો લાગી શરત''માં એક પણ સોંગ નથી અને આ ફિલ્મ રાઈટર ડાયરેકટર રાજકોટના છે અને આ ફિલ્મનું શૂટીંગ રાજકોટમાં મારવાડી કોલેજ, વિદ્યાનિકેતન સ્કુલ, લેકવ્યુ રીસોર્ટ જેવી જગ્યાઓમાં થયેલુ છે. આ ફિલ્મમાં રાજકોટ તથા મુંબઈના કલાકારોએ કામ કર્યુ છે. આ વાર્તા છે બે કોલેજીયન મિત્રો વચ્ચે મસ્તીમાં ટાંટીયા ખેચવાની લાગેલી શરતની, આ વાર્તા તમને હીલેરીયસ કોમેડીના રોલરકોસ્ટર પર બેસાડી એવી રાઈડ પર લઈ જશે, જેમાં મસ્તી મોંઘી અને જીંદગી સસ્તી થવા લાગશે આ જીંદગી અને મોતનો સોદાગર કોણ છે એ ગોતવામાં, તમે પોતાની જાતને એક કરોળીયાના જાળામાં ફસાયેલા મહેસુસ કરશો, જેમાં ભેદભરમના તાંતણે ગુંથાયેલી શંકાઓ છે, અને રૂવાડા ઉભા કરી દે તેવુ રહસ્ય, છે જે ભર ગરમીમાં પણ તમને થીજવી દેશે.

ફિલ્મના પ્રોડ્યુસર રાહુલ વૈદ્ય, રોનીત વૈદ્ય, ડાયરેકટર નીતિન વૈદ્ય (સ્ટોરી સ્ક્રીનપ્લે ડાયલોગ્સ, એડીટીંગ), કેમેરામેન અરવિંદસિંહ પુવાર, કલાકારો રોનિત વૈદ્ય, સીમરન સૈની, હિમાંશુ તુરી, હિતેષ રાવલ, જીજ્ઞેશ મોદી, હુમારીઆ કાઝી, યામીની જોષી, બિજલ પટેલ, વિશાલ પીઠડીયા, વૈદિક સોની, અલ્પેશ ટાંક, બિપીન રૂઘાણી, મનીષ યાદવ, નીદા ખાન, કમલેશ શાહ, જીજ્ઞેશ શાહ, રાહુલ વૈદ્ય,  મનોજ યાદવ, ધનરાજ ગઢવી, નરેશ જીતીયા છે. એડવોકેટ કમલેશ શાહે જજ તરીકે ભૂમિકા ભજવી છે. આસી. ડાયરેકટર તરીકે છે તુરીબાપા.

ફિલ્મનું નિર્માણ કરનાર નીતિન વૈદ્ય (મો.૯૩૨૮૧ ૨૪૩૬૫) અને ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર રોનિ વૈદ્ય (મો.૮૮૬૬૯ ૪૭૭૯૭)એ જણાવ્યુ હતું કે બે કલાક અને ૧૫ મિનિટની આ ફિલ્મ છે. ફિલ્મમાં એકપણ ગીત નથી. ૧ જૂને રીલીઝ થશે. ''તો લાગી શરત''નું શૂટીંગ રાજકોટના મારવાડી કોલેજ, વિદ્યાનિકેતન સ્કુલ, લેકવ્યુ રીસોર્ટ ખાતે થયુ છે.

તસ્વીરમાં નીતિન વૈદ્ય, રોનિત વૈદ્ય, તુરીબાપા અને બીપીન રૂઘાણી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

ફિલ્મની સ્ટોરીનો કોયડો ઉકેલો, ફ્રી ટિકીટ મેળવો

ગુજરાતી ફિલ્મ 'તો લાગી શરત'માં આ કરોળીયાના જાળા જેવી ગુચવાયેલ સ્ટોરીમાં એક કોયડો પણ છે જેનો સાચો જવાબ આપનારને ફિલ્મની બે ટિકીટ ફ્રીમાં અપાશે : યુ ટ્યુબ ઉપર navinproduction llp કરવાથી વધુ માહિતી મળશે

(4:30 pm IST)