રાજકોટ
News of Wednesday, 23rd May 2018

પાણી ઉડાડવા પ્રશ્ને મારામારીઃ હસીનાબેન સિપાહી અને ભીખુભાઇ મોગલને ઇજા

કુવાડવા પોલીસ મથક સામેના આરએમસી કવાર્ટરમાં બનાવ

રાજકોટ તા. ૨૩: કુવાડવા રોડ પોલીસ મથકની સામે આવેલા આર.એમ.સી. કવાર્ટરમાં રિક્ષા સાફ કરી રહેલા મુસ્લિમ શખ્સે મુસ્લિમ મહિલાને પાણી ઉડાડતાં બોલાચાલી બાદ મારામારી થતાં બે વ્યકિતને ઇજા થઇ હતી.

આર.એમ.સી. કવાર્ટરમાં રહેતાં હસીનાબેન હનીફભાઇ સિપાહી (ઉ.૩૫) સવારે પોતાના પતિ સાથે ચાલીને જતાં હતાં ત્યારે આ કવાર્ટરમાં જ રહેતો રફિક ઉર્ફ પપ્પુ પોતાની રિક્ષા ધોઇ રહ્યો હોઇ હસીનાબેનને તેણે પાણી ઉડાડતાં તેને ધ્યાન રાખવાનું કહેતાં ઝઘડો થતાં ઉશ્કેરાઇ જઇ ધોકાથી હુમલો કરતાં હસીનાબેનને સારવાર માટે દાખલ કરાયા હતાં.

સામા પક્ષે રફિકના પિતા ભીખુભાઇ મહમદરફીક મોગલ (ઉ.૩૯) પણ પોતાને હનીફભાઇ અને તેના પત્નિએ ઇંટ ફટકારી ઇજા કર્યાની રાવ સાથે સારવાર માટે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

(4:26 pm IST)