રાજકોટ
News of Friday, 23rd April 2021

સોમવારથી રાજકોટ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ત્રણ દિવસ સ્વયંભૂ બંધ પાળશે

શાપર-વેરાવળ, મેટોડા, આનંદપર /નવાગામમાંથી ટ્રાન્સપોર્ટ બુકીંગ કરતા તમામ પોતાનું કામકાજ બંધ રાખીને કોરોના ચેઇન તોડવા સહયોગ આપશે

સોમવારથી રાજકોટ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ત્રણ દિવસ સ્વયંભૂ બંધ પાળશે રાજકોટ ગુડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એસો,ની યાદી મુજબ તાજેતરમાં કોરોના વાઇરસના વધતા જતા કેસને કારણે વિવિધ વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટ સભ્ય દ્વારા ૮ દિવાસ સ્વયંભુ બંધ રાખવાનીની રજૂઆત કરવામાં આવી હતી. બે દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં સભ્યો સાથે વિચાર વિમર્શ કરી તા. ૨૬, ૨૭ અને ૨૮ ( સોમવાર મંગળવાર અને બુધવાર) એપ્રિલના રોજ સ્વયંભુ બંધ રાખવાનો નિર્ણય ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોના સ્વાસ્થ્ય હિતને ધ્યાનમાં રાખીને લેવાયો છે.

 આ સ્વયંભૂ બંધ રાજકોટ શહેરી વિસ્તારોમાં શાપર - વેરાવળ, મેટોડા, આનંદપર - નવાગામ માથી ટ્રાન્સપોર્ટ બૂકિંગ કરતા તમામ ટ્રાન્સપોર્ટ સભ્ય પોતાનું કામકાજ બંધ રાખી કોરોના વાઇરસ ના ચેપ ની ચેઈન તોડવા અને હાલ જે ઓક્સિજન અને હોસ્પિટલ બેડ ની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને જોડાઈ રહ્યા છે.તેમ રાજકોટ ગુડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એસો,ના પ્રમુખ હસુભાઈ ભગદેવ અને માનદમંત્રી પરમરાજસિંહ રાણાની યાદીમાં જણાવાયું છે

(8:30 pm IST)