રાજકોટ
News of Friday, 23rd April 2021

રસીનો બીજો ડોઝ લીધા બાદ કોરોના સંક્રમિત થયેલા મ.ન.પા.ના અધિકારી તંદુરસ્ત

વેકસીનથી કોરોનાની અસર ઓછી થાય છે માટે સૌએ રસી મુકાવી જોઇએઃ ડેઝિગ્નેડ ફુડ સેફટી ઓફીસર અમીત પંચાલની અપીલ

રાજકોટ તા. ર૩ : કોરોના સામે રક્ષણ આપતી રસી અત્યંત સુરક્ષીત હોવાનું અને આ રસી મુકાવ્યા બાદ કોરોનાની અસર નહીવત હોવાનું કોરોના સંક્રમિત થયેલા મ.ન.પા.ના ડેઝિગ્નેટેડ ફુડ સેફટી ઓફીસર અમીત પંચાલે જણાવ્યું હતું.

આ અંગે શ્રી પંચાલે જણાવ્યું હતું કે તેઓએ ચાલુ એપ્રિલ મહીનામાં વેકસીનો બીજો ડોઝ લીધો હતો ત્યારબાદ તેઓ છેલ્લા ચાર દિવસથી કોરોના સંક્રમિત થયા છે.અને હોમ આઇસોલેશનમાં કોરન્ટાઇન છે.પરંતુ તેઓની તબીયત એકદમ તંદુરસ્ત છે. માત્ર રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. બાકી તબિયત એકદમ સામાન્ય અને તંદુરસ્ત છે. એટલુજ નહી પરિવારમાં પણ કોઇને કોરોનાનુ સંક્રમણ નથી લાગ્યું. આમ વેકસીન અત્યંત સુરક્ષીત અને કોરોના સામે રક્ષણ આપવામાં અસરકારક છે. માટે નાગરીકો વિના સંકોચે રસીકરણ કરાવે જેથી કોરાનાથી સુરક્ષીત રહે.

(4:19 pm IST)