રાજકોટ
News of Friday, 23rd April 2021

માસ્ક પહેર્યા વગર નીકળેલા ૪૮૮ ઝપટે ચડ્યા : ૪.૮૮ લાખનો દંડ વસુલાયો

જાહેરમાં થુંકનાર ૧૧ને પકડી રૂ. ૧૧ હજારનો દંડ ફટકારાયો : જાહેરનામા ભંગના ૧૩૮, સોશિયલ ડીસ્ટન્સના ૩૬ અને કર્ફયુ ભંગના ૧૦૪ કેસ નોંધાયા : ડ્રોન કેમેરાની મદદથી ૮ ઝપટે ચડ્યા

રાજકોટ,તા. ૨૩: કોરોના વાયરસના સંક્રમણને વધતુ અટકાવવા માટે પોલીસ દ્વારા કર્ફયુના નિયમનું ચુસ્તપણે પાલન કરાવી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં પોલીસે અલગ અલગ વિસ્તારમાં જાહેરનામા ભંગના ૧૩૮ કેસ, જાહેરમાં માસ્ક પહેર્યા વગર નીકળનારા ૪૮૮ લોકો તથા જાહેરમાં થુંકનારા ૨૨ અને કર્ફયુ ભંગના ૧૦૪ કેસ તથા ડ્રોન કેમેરાની મદદથી ૮ કેસ નોંધાયા છે.

કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા માટે લોકોને સ્વૈચ્છીક જાગૃતિ લાવવી જરૂરી છે. સતત માસ્ક પહેરવું, સેનેટાઇઝરનો ઉપયોગ, કામ વગર બહાર નહીં નીકળવું, બને ત્યાં સુધી જાહેર જગ્યાએ જવાનું ટાળવું, સંસ્કારની માર્ગદર્શિકાનું પાલન કરવાથી પોતે તથા પોતાના પરિવારજનો સ્વસ્થ અને સુરક્ષિત રહી શકે છે. કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને ફેલાતી અટકાવવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અલગ -અલગ વિસ્તારમાં જાહેરનામાંનુ કડક પાલન કરાવી રહી છે. ત્યારે પોલીસે છેલ્લા ૨૪ કલાકમાં જાહેરનામા ભંગના ૧૩૮ કેસ, સોશ્યલ ડિસ્ટન્સ ભંગના ૩૬ કેસ, જાહેરમાં માસ્ક નહીં પહેરી નીકળનારા જ ૮૮ લોકોને પકડી રૂ. ૪,૮૮,૦૦૦ નો દંડ, જાહેરમાં થુંકનારા ૨૨ લોકોને પકડી રૂ.૧૧,૦૦૦નો દંડ વસુલાયો હતો અને રાત્રી કર્ફયુ મદદથી પકડી કુલ ૮ કેસ નોંધાયા છે.

(4:05 pm IST)