રાજકોટ
News of Friday, 23rd April 2021

સીવીલના મેદાનમાં ૧૪ કલાકથી છોટા હાથીમાં બાપની સેવા કરતી દીકરી

સામાન્ય માણસને સારવાર-બેડ કંઇ ઉપલબ્ધ નથીઃ ઉપર આભ, નીચે ધરતી

સીવીલ હોસ્પિટલના મેદાનમાં છોટા હાથી વાહનમાં ગઇ રાત્રીથી એક દર્દી કણસી રહ્યા છે. સારવાર તો ઠીક, સધિયારો પણ ઉપલબ્ધ નથી. દર્દીની દીકરી બાપને એક હાથે હવા નાખે છે, બીજા હાથેથી સારું થઇ જશે, તેવો સધિયારો આપે છે. સમાજ અને સરકારની સંવેદનાનો દુષ્કાળ અનુભવાઇ રહ્યો છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

(4:03 pm IST)