રાજકોટ
News of Friday, 23rd April 2021

પૈસા લઇ દર્દીને દાખલ કરાવવાના મામલે જગદીશ અને હિતેષને નોકરીમાંથી કાઢી મુકાયા

આર.એમ.ઓની ફરીયાદ પરથી પ્રનગર પોલીસે ગુનો દાખલ કર્યા બાદ પૂછતાછમાં ૯૦૦૦ લઇ વધુ એક દર્દીને દાખલ કરાવ્યાનું ખુલ્યુ

રાજકોટ તા. ર૩ : કોરોનાના દર્દીઓને સિવિલ હોસ્પિલમાં દાખલ કરાવવા માટે દર્દીઓના સગાસંબંધી પાસે રૂ.૯૦૦૦ લઇ હોસ્પિટલમાં દાખલ કરવાના મામલે પ્રનગર પોલીસે બે શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી પુછતાછમાં પૈસા લઇને વધુ એક દર્દીને દાખલ કરાવ્યાનું ખુલ્યુ છે. આ મામલે બંને શખ્સોને સિવિલ હોસ્પીટલમાં નોકરી પરથી કાઢી મુકાયા છે.

મળતી વિગત મુજબ કોરોના દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે ઘણા દિવસોથી દર્દીઓના સગા સંબંધીઓ ચૌધરી હાઇસ્કુલમાં દાખલ કરાવવા માટે ઘણા દિવસોથી દર્દીઓના સગા - ંસબંધીઓ ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં લાંબી કતારોમાં ઉભા રહી કલાકો સુધી વારાની રાહ જોવે છે. ત્યારે બે શખ્સોએ પોતે ૯૦૦૦ રૂપિયામાં માત્ર અડધા કલાકમાં દર્દીને એન્ટ્રી અપાવી બેડ અપાવી દેતા હોવાનો દાવો કરી વેપલો શરૂ કરતા ક્રાઇમબ્રાંચ તથા પ્રનગર પોલીસની ટીમે કોવિડ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલની એટેન્ડન્સ તરીકે નોકરી કરનારા જગદીશ બારોટ અને હોસ્પિટલમાં સફાઇ કામ કરતા હિતેષ માકડાને પકડી લઇ પ્રનગર પોલીસ મથકના પી.આઇ. એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. રત્નોતરે સિવિલ હોસ્પિટલના આરએમઓ મહેન્દ્રભાઇ ચાવડાની ફરીયાદ પરથી બંને શખ્સે વિરૂદ્ધ આઇપીસી ૪૦૬, ૩૩૬, ૧૦ર (બી) મુજબની કલમ હેઠળ ગુનો દાખલ કરી બંનેની પુછપરછ કરતા તા.૧૯ ના રોજ રૂ.૯૦૦૦ લઇ ચોટીલાના એક મહિલા દર્દીને દાખલ કરાવ્યાનું ખુલ્યુ તું આ મામલે જગદીશ બારોટ અને હિતેષ મહિડાને સિવિલ હોસ્પિટલમાં નોકરીમાંથી કાઢી મુકાયા હતા.

(3:58 pm IST)