રાજકોટ
News of Friday, 23rd April 2021

રાજકોટને પુરતો ઓકિસજન જથ્થો ફાળવો : કોંગ્રેસની રજુઆત

૧૩૦ ટન સામે માંડ ૭૫ ટન ઓકિસજન મળે છે : મુખ્યમંત્રીને પત્ર પાઠવતાં વશરામ સાગઠિયા

રાજકોટ,તા. ૨૩: શહેરની હોસ્પિટલોમાં ઓકિસજનના અભાવે દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. ત્યારે રાજકોટને પુરતા પ્રમાણમાં ઓકિસજન ફાળવવા પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને રજુઆત કરી છે.

આ પત્રમાં જણાવાયું છે કેપ ૅૅઅત્યંત ગંભીરતા પૂર્વક તેમજ દુઃખની લાગણી સાથે જણાવવાનું કે હાલ કોરોના મહામારીએ બીજા રાઉન્ડમા જોરદાર ભરડો લીધો છે ત્યારે ભાજપની કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર કાળમુખી કોરોનાને નાથવામાં નિષ્ફળ જઇ રહી છે. આજે કોરોના મહામારીમા લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તેમજ સરકારની અણદ્યડ નીતિ અને અણઆવડતને કારણે સરકારી હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ચિકિત્સાલય, યુ.એચ.સી, મોબાઈલ ડિસ્પેન્સરી, ૧૦૮ ઈમરજન્સી સેવા, સહિતના માધ્યમોમા દવા ખૂટી જવી, ડેડ સ્ટોક, વિટામીન સી ની દવાઓ, ફેબી ફ્લુ, રેમડેસીવીરના ઇન્જેકશનની અછત અને ટોસીલીઝુમ્બની અછત તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉનમા તેમજ તેના મત વિસ્તારમાં આવતી સિવિલ હોસ્પિટલમાં બેડ માટે રૂ.૯,૦૦૦/- ની લાંચ જેવા કિસ્સા સામે આવ્યા છે.

સીવીલ હોસ્પિટલના તંત્રને અવારનવાર બેડ વધારવા, અને હાલ ઓકિસજનની ડિમાન્ડ ૧૨૫ થી ૧૩૦ ટન ઓકિસજનની જરૂરિયાત લાગતી હોય તેની સામે ફકત ૭૫-૭૮ ટન ઓકિસજનનો જથ્થો મળે છે આથી ઓકિસજનની અછતથી સિવિલ હોસ્પિટલમાં અનેક દર્દીઓના મોત થવા અને સિવિલ હોસ્પિટલમા દાખલ થવા માટેની લાંબી કતારોમા મોત થવા આ સહિતની ગંભીર પરીસ્થીતી અને કફોડી હાલતથી દર્દીઓ અને સ્વજનો આ તમામ સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે હોસ્પિટલનું તંત્ર રામભરોસે ચાલતું હોઈ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય રહ્યું છે. ત્યારે ઉપરોકત તમામ બાબતો અત્યંત ગંભીરતાપૂર્વક લઇ આપશ્રી સત્વરે કાર્યવાહી હાથ ધરવા સુચના આપશો તેવી જનહિતના હિતાર્થે વિનંતી છે.

(3:53 pm IST)