રાજકોટ
News of Friday, 23rd April 2021

આંતરરાષ્ટ્રીય મજદુર સંગઠન અર્થતંત્ર આધારીત કામદારો માટે નિયમન ઇચ્છે છે : હસુભાઇ દવે

રાજકોટ તા. ૨૩ : ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ડીઝીટલ અર્થતંત્રમાં નિયમન સહકાર અલગ અલગ દેશો વચ્ચે  ઇચ્છે છે. તેમ ભારતીય મઝદુર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવેએ એક યાદીમાં જણાવ્યુ છે.

ઇન્ટરનેશનલ લેબર સંગઠને કહ્યુ છે કે કામની શરતો, સેવાની શરતો મોટેભાગે એકપક્ષીય નકકી કરવામાં આવે છે. કામદારોનું મોનીટરીંગ કરવા માટે તથા કામના મુલ્યાંકન કરવા માટે માનવને બદલે વધુને વધુ કોમ્પ્યુટર સાયન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઉબેર ટેકનોલોજીએ તેમના ડ્રાઇવરોને કામદાર તરીકે ગણવા જોઇએ. તેમને વેકેશન પગાર, આરામ માટે સમય અને લઘુતમ વેતન આપવુ જોઇએ.

આ ચુકાદા પછી જીનીવા સ્થિત સંસ્થાએ જણાવ્યુ કે આ નિર્ણયના પરિણામે યુરોપીયન અધિકારીઓ નિયમો સુધારવા લાગ્યા છે અને આ નિર્ણય કામદારો વધારાના પ્લેટફોર્મ અને સેવાઓ પુરી પાડે છે.

સ્પેનમાં સરકારે એવો કડક મજુર કાયદો તૈયાર કરી રહી છે જે ફુડ ડીલીવરી કરતી સંસ્થાઓએ નિયમિત રીતે જેના પર આધારીત છે તે કુરીયર્સને નિયમિત પણે કામ પર રાખવા પડશે. તેમ હસુભાઇ દવેએ યાદીના અંતમાં જણાવેલ છે.

(3:16 pm IST)