રાજકોટ
News of Friday, 23rd April 2021

રાજકોટમાં અત્યાર સુધીમાં ર૦૦ દુકાનો ૭ દિ' માટે સીલ

માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના નિયમ ભંગ બદલ મ.ન.પા. અને પોલીસની સંયુકત કાર્યવાહી : આજે બપોર સુધીમાં વધુ ૧૯ ચા-પાન સહિતના વ્યવસાયિક એકમને તાળાઃ જાગનાથ પ્લોટ, યુનિવર્સિટી રોડ, સદર બજાર, ગોવિંદન બજાર સહિતના વિસ્તારમાં ચેકીંગ સ્કોવડ

રાજકોટ,તા. ૨૩: શહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ અત્યાર સુધીમાં ચા-પાનની હોટેલો સહિતના ૨૦૦ વ્યવસાયિક એકમોને સાત દિવસ માટે સીલ કરવામાં આવી હોવાનું મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. આજ બપોર સુધીમાં વધુ ૧૯ દુકાનોને તાળા મારવામાં આવ્યા છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્યિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે તા. ૨૩ના રોજ બપોર સુધીમાં ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહીત કુલ ૧૯ વ્યવસાયિક એકમો સાત દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આજે જે ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી છે તેમાં ૧. સત્યમ ટેઈલર્સ, આશ્રમ રોડ,૨. એ પટેલ પાન & કોલ્ડ્રીંકસ,. વેસ્ટ ઝોન ઓફીસ સામે, ૩. ચંદન ઈલેકટ્રીક, જાગનાથ પ્લોટ,૪. એસ. પી. પટેલ ઈલેકટ્રીક, આશ્રમ રોડ, ૫.મોમાઈ હોટલ, યુનિ.રોડ, ૬. ફેશન અડ્ડા, ગોવિંદબાગ મેઈન રોડ,  ૭ .મુરલીધર ડિલકસ, યુનિ.રોડ,  ૮. ફખરી ટ્રેડીંગ, સદર બજાર, ૯ . વસ્તિક સ્ટેશનરી& ઝેરોક્ષ, ગોવિંદબાગ મેઈન રોડ, ૧૦. ચામુંડા કટપીસ, ગોવિંદબાગ મેઈન રોડ, ૧૧. મયુર ભજીયા હાઉસ, યુનિ. રોડ, ૧૨. શ્રી સાંઇનાથ ટેલીકોમ, પંચનાથ મંદીર રોડ, ૧૩. માહીન ભજીયા દુકાન, યુનિ. રોડ, ૧૪. અલોન સીલેકસન, સંતકબીર રોડ, ૧૫. ક્રિષ્ના સ્ટેશનરી &  ઝેરોક્ષ, સાધુવાસવાણી રોડ, ૧૬. મોહન ટ્રેડર્સ, ગોડાઉન રોડ, ૧૭. ભવાની ઈલેકટ્રીક, ગોડાઉન રોડ, ૧૮. લોટ્સ ટ્રેડિંગ, વિજય પ્લોટ , ૧૯. H. D. હેર સલુન, સંતકબીર રોડ નો સમાવેશ થાય છે જે ૭ દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.

(3:12 pm IST)