રાજકોટ
News of Friday, 23rd April 2021

કોરોનાના કેસમાં ખાનગી હોસ્પિટલોમાં વીમા આધારીત કેસલેશ સુવિધા શરૂ કરાવો

એનસીપી શહેર પ્રમુખ ભૌમિક કલેકટર અને મ્યુ. કમિશ્નરને રજુઆત

રાજકોટ તા. ૨૩ :  કોરોના મહામારીના વધતા જતા સંક્રમણને ધ્યાને લઇ સરકારે ખાનગી હોસ્પિટોલોમાં કોવીડ સેન્ટર ચાલુ કરવા પરવાનગી આપી તે સારી વાત છે. પરંતુ આવી હોસ્પિટલોમાં વીમા કંપનીઓના કેસલેસ કલેમ સ્વીકારવાની સુવિધાનો લાભ મળે તે માટે પણ તાકીદની અસરથી સુચનાઓ જારી કરવા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શહેર પ્રમુખ ભૌમિક પારેખે રાજકોટ જિલ્લા કલેકટર અને મ્યુ. કમિશ્નરને રજુઆત કરી છે.

તેઓએ જણાવ્યુ છે કે ખાનગી હોસ્પિટલોમાં વીમા આધારી કેશલેસ સેવા હજુ સ્વીકારવામાં આવતી નથી. મધ્યમ વર્ગના દર્દીઓને પારાવાર મુશ્કેલી અનુભવવી પડે છે. જેથી ખાનગી હોસ્પિટલમાં વીમા આધારીત કેસલેસ સુવિધાઓ શરૂ કરવામાં આવે તે ખુબ જરૂરી હોવાનું એનસીપીના ભૌમિક પારેખે જણાવેલ છે.

(3:11 pm IST)