રાજકોટ
News of Friday, 23rd April 2021

રવિવારે મહાવીર જયંતી નિમિતે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે નમો અરિહંતાણમ્ કિર્તન ધ્યાન

ઓશોના મહાવીર પરના પૂસ્તકો પર વિશેષ વળતરઃ ઓશો ઇનર સર્કલના મેમ્બરો માટે મર્યાદિત સંખ્યામાં સરકારી ગાઇડ લાઇન અનુસાર કાર્યક્રમનું આયોજન

રાજકોટ તા. ર૩ : ઓશોના સુત્ર ઉત્સવ આમાર જાતિ આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો-ઓશો સન્યાશ-ઉત્સવ, ભજન કિર્તન-ગીત-સંગીત વિવિધ સંપ્રદાયના ઉત્સવો, વિશ્વદિવસ વગેરે રાજકોટમાં ર૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે નીયમીત છેલ્લા ૩પ વર્ષથી અવાર નવાર ઉત્સવો ઉજવવામાં આવે છે. જેનું સંચાલન સ્વામિ સત્યપ્રકાશ કરી રહ્યા છે.

આગામી તા. રપને રવીવવારના રોજ મહાવીર જયંતિ નિમિતે દર વર્ષની માફક ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે સાંજના ૬-૪પ થી ૭-૩૦ દરમ્યાન નમો અરિહંતાણમ્-કિર્તન ધ્યાન, સંધ્યા સત્સંગનંુ આયોજનો ઓશો ઇનર સર્કલ દ્વારા સરકારી ગાઇડ લાઇન અનુસાર કરવામાં આવેલ છે.

મહાવીર જયંતિ નિમિતે ઓશોના મહાવીર પરના પૂસ્તકો જેવા કે હિન્દીમાં મહાવીર વાણી, ભાગ-૧ ત્થા ર, જુન સુત્ર ભાગ ૧ થી ૪ મહાવીર મેરી દ્રષ્ટીમે. (ઓશો) મહાવીર યા મહાવિનાશ-પંચમહાવૃત, જયાંકો ત્યો ઘર દિનહી ચદરીયા ત્થા ગુજરાતીમાં નમો અરિહંતાણમ્ મંત્ર, ધર્મ-તપ-અપ્રમાદ વગેરે પુસ્તકો વિશેષ વળતરથી ઉપલબ્ધ રહેશે.

નવકાર મંત્રઃ દિવ્યલોકની ચાવીઃ મહાવીરની અપ્રતીમભેટઃ એક અદ્દભુત વાત એ છેકે ''નમો અરિહંતાણમ્ ''મંત્રમાં કોઇ વ્યકિતનું નામ નથી મહાવીર પ્રાર્શ્વનાથ કે કોઇ બીજા તીર્થકરનું નામ નથી જૈન પરંપરાનુ કોઇનામ નથી કારણ કે જૈ પરંપરા એ સ્વીકારે છે. કે અરિહંત માત્ર જૈન પરંપરામાં જ નથી થયા, બીજી પરંપરાઓ પણ અરિહંત થયા છે. તો આ નમોકાર કોઇ ખાસ અરિહંતને નહી'' બધા અરિહંતોને આ એક વિરાટ નમસ્કાર છે. વિશ્વના બીજા કોઇ ધર્મમાં આવો સર્વાગીણ, આવો સર્વસ્પર્પી મહામંત્ર વિકસીત થયો નથી એનો જાણે કોઇ વ્યકિત કેન્દ્રીત ખ્યાલ નથી શકિત તરફ ધ્યાન છે.આ મંત્રમાં રૂપપર ધ્યાનથી  જે અરૂપ સતા છે તેના તરફ ધ્યાન છે. અરિહંતોને નમસ્કાર-ઓશો-

સ્થળઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજની બાજુમાં ૪, વૈદ્યવાડી 'ડી' માર્ટની પાછળની શેરી, રાજકોટ

વિશેષ માહિતી ત્થા પુસ્તકો માટે

સ્વામિ સત્યપ્રકાશ-૯૪ર૭ર પ૪ર૭૬, સંજીવ રાઠોડ ૯૮ર૪૮ ૮૬૦૭૦

(3:08 pm IST)