રાજકોટ
News of Tuesday, 23rd April 2019

ઠંડા પીણા- ગીતની સ્પર્ધા

 રાજકોટઃ રઘુવંશી સહિયર ગ્રુપ દ્વારા  ઠંડા પીણા તથા ગીતની સ્પર્ધા  યોજાઈ ગઈ જેમાં  મહાજન મંત્રી રીટાબેન કોટક,વીણા બેન પાંધી, રીટાબેન કુંડલિયા,પારૂલબેન દેસાઈ, ડો.દમયંતી બેન ગણાત્રા, દમયંતી બેન તન્ના,  કમલાબેન ભાગ્યોદય, બિંદિયાબેન અમલાણી,ચેતના બેન સવજીયાણી  તેમજ શ્રી રાચ્છ, શ્રી ધનેશા ઉપસ્થિત રહેલ.

ઈશિતાબેન બુધ્ધદેવ તથા શોભનાબેન કારિયા એ ઠંડા પીણા તથા આસિતભાઈ સોનપાલ અને પારૂલબેન જોષી એ ગીતની સ્પર્ધા માં નિર્ણાયક તરીકે  સેવા આપેલ. બન્ને  સ્પર્ધા ૪૮ જેટલા  સ્પર્ધકો એ ભાગ લીધો હતો. બન્ને સ્પર્ધામાં ક્રમાનુસાર દશ દશ  ઈનામો આપવામાં આવેલ. કાર્યક્રમનું  સંચાલન મેઘના બેન બગડાઈએ સંભાળેલ. તેમ મીના જસાણી (પ્રમુખ રઘુવંશી સહિયર ગ્રુપ)ની યાદીમાં જણાવાયું છે.

(3:57 pm IST)