રાજકોટ
News of Saturday, 23rd March 2019

રેસકોર્ષમાં રાજયકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનો પ્રારંભઃ ખેલાડીઓ ઝઝુમ્યા

રાજકોટ, અમદાવાદ, જામનગર સહિતની ૧૨ ટીમોએ ભાગ લીધોઃ સવારના ૮ થી રાત્રીનાં ૧૦ વાગ્યા સુધી બાસ્કેટ બોલ કોર્ટમાં મેચ રમાશેઃ માર્ચ મેડનેસ બાસ્કેટ બોલ લોન્જનું આયોજન

(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા.,૨૩: શહેરના રેસકોર્ષ સંકુલમાં એથેલેટીકસ ગ્રાઉન્ડની બાજુમાં આવેલ બાસ્કેટ બોલ કોર્ટમાં આજથી બે દિવસ રાજયકક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધાનું  માર્ચ મેડનેસ બાસ્કેટ બોલ લોન્જ દ્વારા કરવામાં આવ્યું છે.  આ સ્પર્ધાનો આજથી શુભારંભ થયો છે.

રાજયકક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધામાં   સ્પાર્કસ, નિર્મલા, કેવીકેકવી, વેરીયર્સ, એમવીએમ, કોર્ટ રૂલ્સ, સરપ્રાઇઝ, સેન્ટ મેરીઝ, હોપર્સ, ડાન્સીંગ કીડસ,  એસએફએકસએસસી સહિતની અમદાવાદ, જામનગર, રાજકોટની કુલ ૧ર ટીમોએ ભાગ લીધો છે. આ સ્ર્પર્ધાનો પ્રારંભ આજ સવારથી થયો છે.  બે દિવસમાં કુલ વિવિધ ટીમો વચ્ચે ૧૧ મેચ રમાશે. સવારના ૮ થી ૧  તથા સાંજના પ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી મેચ રમાશે. આવતીકાલે સાંજે ૭ કલાકે ગર્લ્સ ટીમનો ફાઇનલ અને ૮ કલાકે બોયઝ ટીમનો ફાઇનલ મેચ રમાશે.  આ સ્પર્ધામાં કુલ બે ગૃપ કરવામાં આવ્યા છે.  એક ગૃપમાં ૪-૪ ટીમનો સમાવેશ કરાયો છે. જયારે બોયઝના ગૃપમાં ૪ ટીમનો સમાવેશ કરાયો છે. આ ટુર્નામેન્ટના વિજેતા ટીમો અને ખેલાડીઓને વીએનએસ પરફયુમ્સ, કરોના વોચીસ દ્વારા આકર્ષક ઇનામો આપવામાં આવશે.

આ ઉપરાંત  દ્વારકા ટુરીઝમ્સ, મોદીતા ઇવેન્ટસ દ્વારા આકર્ષક વાઉચર આપવામાં આવશે.

આ આયોજનને સફળ બનાવવા હિમાની,  કામલીયા, હેલી દોશી, હેની કામાણી, હેમ ભટ્ટ, દશરથસિંહ રાણા, જયદીપસિંહ જાડેજા તથા શિવદતસિંહ જાડેજા સહીતના ખેલાડીઓએ જહેમત ઉઠાવી છે.  આ મેચમાં રેફરી તરીકે જયદીપ કુકડીયા, યશદિપસિંહ જાડેજા, હેલી દોશી, હેમ ભટ્ટ સહીતનાઓ સેવા આપી રહયા છે. આ ટુર્નામેન્ટમાં મીડીયા પાર્ટનર તરીકે અકિલા  છે. આ સ્પર્ધામાં જય ઇન્ટર નેશનલ સ્કુલ, ઉમીયા અને આઇ પોસ્ટનો સહયોગ રહયો છે.

(3:25 pm IST)