પત્ની માવતરે ચાલી જતા હાર્દિક મોરધરાએ બાલાજી હોલ પાસે ઝેરી ટીકડી પી લીધી
રાજકોટ તા.૨૩: ચાલીસ ફુટ રોડ પર રહેતા કુંભાર યુવાને દોઢસો ફુટ રોડ પર બાલાજી હોલ પાસે ઝેરી ટીકડી પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
મળતી વિગતો મુજબ ૪૦ ફુટ રોડ ઓમનગર પ્રજાપતિ શેરીનં. ૧માં રહેતા હાર્દિક હસમુખભાઇ મોરધરા (ઉ.વ.રર) નામના કુંભાર યુવાને દોઢસો ફુટ રોડ બાલાજી હોલ પાસે ઘઉંમાં નાખવાની ટીકડી પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એએસઆઇ અજીતસિંહ જાડેજા અને રાઇટર રીતેશભાઇ પટેલે તપાસ હાથ ધરી છે. આ બનાવમાં હાર્દિકના પિતા મનસુખભાઇ એ પોલીસ સમક્ષ જણાવ્યું હતુ઼ કે પોતે સિકયોરિટીમાં નોકરી કરે છે. તેને સંતાનમાં એક પુત્ર અને પાંચ પુત્રી છે. જેમાં હાર્દિક પાંચમાં નંબરનો છે. હાર્દિકના એક વર્ષ પહેલા મેટોડા ખાતે રહેતી અને રૂરલ પોલીસમાં જીઆરડી તરીકેનો નોકરી કરતી કોમલ નામની યુવતી સાથે લગ્ન થયા હતા. પાંચ દિવસ પહેલા ીપતા કોમલને તેડી ગયા હતા તે બાબતે હાર્દિકે ઝેરી ટીકડી પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું.