રાજકોટ
News of Tuesday, 23rd February 2021

રાજકોટ વોર્ડ નં.16માં ભાજપના રૂચિતાબેન માત્ર 11 મતે વિજેતા બન્યા: કોંગ્રેસના હાથમાં આવેલો કોળિયો ઝુંટવાયો

કોંગ્રેસના રસીલાબેન ગેરીયાને 8589 મત ભાજપના રૂચિતાબેન જોશીને 8600 મત મળ્યા

અમદાવાદ : રાજ્યમાં મહાનગરોની મતગણતરી બાદ પરિણામોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે મુખ્યમંત્રી રૂપાણીના  રાજકોટમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. રાજકોટની કુલ 72 બેઠકોમાં મોટા ભાગની સીટો પર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે ચૂંટણીમાં ઓછા વોટિંગને પરિણામે ઘણાં વિસ્તારોમાં ઉમેદવારો હરિફ કરતાં લીડ ફક્ત બે આંકડામાં જોવા મળી છે. રાજકોટ ભાજપના મહિલા ઉમેદવાર ફક્ત 11 મતે વિજેતા બન્યા છે.

ભાજપે રાજ્યની તમામ 6 મહાનગરપાલિકાઓમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોની ગણતરી ચાલુ છે ત્યારે કેટલીક જગ્યાએ ઉમેદવારો જીત પણ મેળવી ચૂક્યા છે. ત્યારે રાજકોટમાં ભાજપના મહિલા ઉમેદવાર માત્ર 11 મતે વિજેતા બન્યા છે. રાજકોટના વોર્ડ નં.16માં ભાજપના રૂચિતાબેન માત્ર 11 મતે વિજેતા બન્યા છે.

કોંગ્રેસના રસીલાબેન ગેરીયાને 8589 મત મળ્યા છે. જ્યારે ભાજપના રૂચિતાબેન જોશીને 8600 મત મળ્યા મળ્યા છે.

(11:58 pm IST)