રાજકોટ
News of Tuesday, 23rd February 2021

ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજયોત્સવઃ કાર્યકરોએ ફટાકડા ફોડયા, મોં મીઠા કરાવ્યા

રાજકોટઃ રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવી દીધો છે. ભાજપના કાર્યકરોએ ઉમેદવારો સાથે ભવ્ય વિજયોત્સવ મનાવ્યો હતો. આતશબાજી, ઢોલ નગારા, એકબીજાને મોં મીઠા કરાવ્યા હતા. વોર્ડ નં.૧૨ની પેનલના વિજેતા ઉમેદવારો પ્રદિપભાઈ ડવ, મગનભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા અને અસ્મિતાબેન દેલવાડીયા વિ.નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:14 pm IST)