રાજકોટ
News of Tuesday, 23rd February 2021

રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ ૩માં ભાજપની પેનલનો ૧૨ થી ૧૪ હજાર મતે વિજય

આ સાથે હવે રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ ૭૨ બેઠકોમાંથી ભારતીય જનતા પક્ષને અકલ્‍પનીય ૬૮ બેઠકોની તોતીંગ બહુમતી મળી છે જયારે કોંગ્રેસને માત્ર ૪ બેઠકોથી સંતોષ માનવો પડયો છે. ભાજપની કલ્‍પના મુજબ રાજકોટ હવે લગભગ કોંગ્રેસમુકત થઈ ગયુ છે.

રાજકોટમાં સૌથી વધુ રસાકસી સર્જનાર વોર્ડ નં.૩માં અંતે ભાજપનો પ્રચંડ બહુમતીથી વિજય થયો છે. મોડી સાંજે સત્તાવાર મળતા આંકડાઓ નીચે મુજબ છે.

અલ્‍કાબેન દવે (ભાજપ) - ૨૨,૭૫૭ મત મળ્‍યા

નરેન્‍દ્રસિંહ જાડેજા (ટીકુભા-ભાજપ) - ૨૧,૮૪૦ મત મળ્‍યા

કુસુમબેન ટેકવાની (ભાજપ) - ૨૧,૮૧૫ મત મળ્‍યા

બાબુભાઈ ઉધરેજા (ભાજપ) - ૧૯૫૭૬ મત મળ્‍યા

ગાયત્રીબા વાઘેલા (કોંગ્રેસ) - ૮૬૯૮ મત મળ્‍યા

કાજલબેન પુરબીયા (કોંગ્રેસ) - ૮૩૨૯ મત મળ્‍યા

દિલીપભાઈ આસવાણી (કોંગ્રેસ) - ૭૫૯૮ મત મળ્‍યા

દાનાભાઈ હુંબલ (કોંગ્રેસ) - ૭૩૧૫ મત મળ્‍યા

(5:13 pm IST)