રાજકોટ
News of Tuesday, 23rd February 2021

હત્યાની કોશિષના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ, તા.૨૩: જીવલેણ હુમલામાં સંડોવાયેલ આરોપીને જામીન ઉપર મુકત કરતી સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરના 'એ' ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુનાથી ઇન્ડીયન પીનલ કોડની કલમ ૩૦૭, ૫૦૬(ર), ૫૦૪, ૧૪૩પ ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એકટની કલમ ૩૭ (૧) ૧૩૫ મુજબની ફરીયાદ ફરીયાદીએ આ કામના આરોપી સલીમભાઇ કરીમભાઇ કાથરોટીયા સામે ફરીયાદ નોંધાવેલી.

આ ગુનામાં તપાસનીશ અધીકારીએ આ કામના આરોપીની ધરપકડ કરી, આરોપીને કોર્ટમાં રજુ કરેલા, જેલ હવાલે રહેલા આરોપીએ પોતાને જામીન ઉપર મુકત કરવા માટે તેમના વકીલ મારફત જોઇન્ટ ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં અરજી ગુજારતા, કેસની હકીકત, રજુઆત, અને બચાવપક્ષના વકીલોની રજુઆતોને દલીલોને ધ્યાને લઇ રાજકોટના એડીશ્નલ સેશન્સ જજ- શ્રી અતુલકુમાર વી.હિરપરાએ આરોપીને રૂ.૧૫,૦૦૦/ના શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.

આ કામમાં અરજદાર/ આરોપીના બચાવપક્ષે રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી શ્રી ચીમનભાઇ ડી.સાંકળીયા, અતુલભાઇ એન.બોરીચા, મનીષાબેન પોપટ, અહેશાનભાઇ એ.કલાડીયા, વિજયભાઇ સોંદરવા, વિજયભાઇ ડી.બાવળીયા, પ્રકાશભાઇ એ.કેશુર, સી.એચ.પાટડીયા, જયેશભાઇ જે.યાદવ, એન.સી.ઠક્કર, જી.એમ.વોરા વગેરે રોકાયેલા હતા.

(2:39 pm IST)