રાજકોટ
News of Saturday, 23rd February 2019

લુહાર જ્ઞાતિની સામાન્ય સભા : વિદ્યાર્થી પ્રતિભાઓનું સન્માન

રાજકોટ : સૌરાષ્ટ્ર સમસ્ત લુહાર જ્ઞાતિ પ્રગતિ મંડળના ઉપક્રમે અરવિંદભાઇ મણિયાર હોલમાં સામાન્ય સભા તેમજ વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ યોજાયો હતો. પ્રવિણભાઇ પોપટભાઇ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ મનસુખભાઇ કારેલીયા, વજુભાઇ કારેલીયા, મનસુખભાઇ સોલંકી, શાંતિભાઇ પરમાર, પિયુષભાઇ કારેલીયા, ઘનશ્યામભાઇ પરમાર, મહેશભાઇ ચિત્રોડા મંચ પર ઉપસ્થિત રહેલ. આમંત્રિત મહેમાનોમાં જનકભાઇ હરસોરા (રીટા. આર.એમ.સી. ચીફ ઓડીટર), જયંતિભાઇ પરમાર, મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિ મંડળના પ્રમુખ પ્રવિણભાઇ આસોડીયા, પોલીસ ઇન્સ્પેકટર પ્રવિણભાઇ, રસીકભાઇ પરમાર, ડો. જય મિસ્ત્રી, વિકટર કલોક મોરબીવાળા અજીતભાઇ મકવાણા, રાજેશભાઇ સિધ્ધપુરા, કમલેશભાઇ સિધ્ધપુરા તથા ઇનામ વિતરણ સમારોહના વિશેષ આશ્વાસન ઇનામનોના સ્પોન્સર અશોકભાઇ રાઠોડ, રાજેન્દ્રભાઇ હરસોરા, નરેન્દ્રભાઇ પીઠવા, કિશોરભાઇ સિધ્ધપુરા, પીઠવા ગ્રુપવાળા પ્રકાશભાઇ, જયેશભાઇ પીઠવા, વિલાસભાઇ પિત્રોડા ઉપસ્થિત રહેલ. મંડળના સહમંત્રી મંગેશભાઇ મિસ્ત્રી તથા સમુહ લગ્ન મંત્રી યશવંતભાઇ મકવાણાના સહયોગથી સભાધ્યક્ષની મંજુરી લઇ સામાન્ય સભાની કાર્યવાહી શરૂ કરાઇ હતી. સરસ્વતી માતાજી અને આરાધ્ય દેવ શ્રી વિશ્વકર્માદાદા સમક્ષ દિપ પ્રાગટય બાદ મહેમાોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત સન્માન કરવામાં આવેલ. બાદમાં કુલ ૫૨૧ ગુણપત્રકો રજુ થયેલ તેમાંથી ૫૫ વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વીતીય, તૃતીય ઇનામો એનાયત કરાયા હતા. આશ્વાસન ઇનામોમાં ફોલ્ડર ફાઇલ અને એલઇડી પેન સ્પોન્સર કરનાર રાઠોડ મશીન ટુલ્સવાળા અશોકભાઇ રાઠોડ ભાવનગરવાળા તેમજ વિશિષ્ટ ઇનામો તથા તૃતીય ક્રમના ઇનામો માટે સ્પોન્સર વિકટર કલબ મોરબીવાળા જીવરાજભાઇ મકવાણાનો સહયોગ મળેલ તે બદલ આભાર વ્યકત કરાયો હતો. દરમિયાન જ્ઞાતિના એક વિદ્યાર્થી દિપક પ્રતાપભાઇ સોલંકી અને સહયોગી યશરાજ વ્યાસને 'સ્માર્ટ ડસ્ટબીન' બનાવી જ્ઞાતિ ગૌરવ વધારવા બદલ વિશેષ પારિતોષિક આપી સન્માન કરાયુ હતુ. સી.એસ.ની પરીક્ષામાં રાષ્ટ્ર લેવલે ૨૧ મો ક્રમ હાંસલ કરનાર રાજકુમાર કારેલીયાનું તેમજ ધો.પ થી ૧૨ અને કોલેજ કક્ષાના તેજસ્વી તારકોને પારિતોષિકો એનાયત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યશવંતભાઇ મકવાણા તથા વિદ્યાર્થી ગૃહના છાત્રોએ જહેમત ઉઠાવી હતી. (૧૬.૩)

(3:52 pm IST)