રવિવારે કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં રવિવારે વિનામૂલ્યે નિદાન કેમ્પ
જામનગર રોડ ડોકટર્સ એસો. દ્વારા
રાજકોટ, તા. ૨૩ : જામનગર રોડ ડોકટર્સ એસોસીએશન અને કડીવાર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા તા.૨૫ના રવિવારના રોજ સવારે ૧૦ થી ૧ દરમિયાન કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ (મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળાની બાજુમાં, ગાયત્રીધામ સોસાયટી, જકાતનાકા અને માધાપર ચોકડી વચ્ચે, જામનગર રોડ) ખાતે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં વા, સંધીવા, સાંધાના દુઃખાવા, ચામડીના રોગો તેમજ બાળકોના રોગો માટે ડો. રાકેશ ટાંક, ડો. ભાવેશ દેવાણી, ડો. કેવીન કણસાગરા, ડો. પાર્થ સોલંકી અને ડો. નિરવ પટેલ (ઈસીજી) પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. કેમ્પમાં નામ નોંધાવવા મો. ૮૪૬૯૭ ૮૯૬૩૩ ઉપર સંપર્ક કરવો.
તસ્વીરમાં જામનગર રોડ ડોકટર્સ એસો.ના પ્રમુખ ડો. કિશોર દેવળીયા, સેક્રેટરી ડો. શૈલેષ વસનલ, ઉપપ્રમુખ રમેશ સપારા, ડો. સંજય વખારીયા, ડો. આર. જે. કડીવાર, ડો. આનંદ ચૌહાણ અને ડો. જતીન પટેલ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)