રાજકોટ
News of Saturday, 23rd January 2021

સિવિલ હોસ્પિટલમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળીઃ જય બજરંગ બલી, ખોડિયાર મા અને ૭૮૬ ત્રોફાવેલા

ત્રણેય મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર અને એ-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૩: સિવિલ હોસ્પિટલમાં વોર્ડ નં. ૧૦ પાસેથી અજાણ્યો આશરે ૩૫ વર્ષનો પુરૂષ બેભાન મળતાં ઇમર્જન્સી વોર્ડમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેને તબિબે મૃત જાહેર કર્યો હતો. પ્ર.નગર પોલીસે એ.ડી. નોંધી મૃતકના વાલીવારસ, પરિચીતોની શોધખોળ હાથ ધરી છે. મૃતકની છાતી પર હિન્દી ભાષામાં જય બજરંગ બલી, ખોડિયાર મા તથા ડાબા હાથના બાવડા પર ૭૮૬ અને જમણા હાથે દિલ ત્રોફાવેલા છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ સગા સંબંધી ઓળખીતા હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. પીએસઆઇ કે. સી. રાણા અને ગોૈતમભાઇ વધુ તપાસ કરે છે.

(11:45 am IST)