રાજકોટ
News of Tuesday, 23rd January 2018

ગાર્ડી વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થીઓની એલુમની મીટ યોજાઇ

રાજકોટઃ તાજેતરમાં રાજકોટની જાણીતી ગાર્ડી વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થીઓ વર્ષ ર૦૧ર થી ર૦૧૭ના વર્ષની બેચના વિદ્યાર્થીઓને ગાર્ડી વિદ્યાપીઠ પર એલુમની મીટ અંતર્ગત ભેગા થવાનો અવસર સાંપડયો. દેશના વિવિધ શહેરોમાં વ્યવસાય કરતા ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સવમાં સામેલ થયા. સંસ્થા દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત એવોર્ડ આપી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા. વર્ષ ર૦૧ર થી ર૦૧૭ વચ્ચે ગાર્ડી વિદ્યાપીઠમાં વિવિધ કોષમાં અભ્યાસ કરેલા ૬૦૦થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ જે વિવિધ ઇન્ડસ્ટ્રીઝ સાથે જાડાઇને અમદાવાદ, બરોડા, સુરત, અંકલેશ્વર, ગાંધીનર, કચ્છ અને દેશના અન્ય મોટા શહેરોમાં વ્યવસાયીક ક્ષેત્રે સ્થાયી થયા છે. તેમને ખાસ આ એલુમની મીટમાં ભા લેવા આમંત્રીત કરાયા હતા. તેમણે ગાર્ડી વિદ્યાપીઠ કેમ્પસ પર તેમના કલાસરૂમસ, કેન્ટીન વગેરે સ્થળોની મુલાકાત લઇ તેમના કોલેજકાળને વાગોળ્યો હતો. કોલેજ કેમ્પસ પર એક સાથે આટલા બધા પૂર્વ વિદ્યાર્થીનીઓની હાજરીથી જાણે મૈત્રીના ઉત્સવ જેવો માહોલ બની ગયો હતો. આ તકે સંસ્થા દ્વારા આ વિદ્યાર્થીઓની સિધ્ધિઓને બિરદાવા માટે વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું આયોજનને સફળ બનાવવા બદલ આયોજક ટીમને સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા, વાઇસ ચેરમેન કિરણ શાહ, મેનેજીંગ ડાયરેકટર જય મહેતા અને એન્જીનિયરીંગ વિભાગના પ્રિન્સિપલ વિરાંગ ઓઝા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. (૭.ર૯)

(1:52 pm IST)