રાજકોટ
News of Friday, 22nd November 2019

કોર્પોરેશનના કામોમાં ૯ થી ૩૦ % ઉંચા ભાવે કોન્ટ્રાકટથી પ્રજાને ર૪ લાખનો ધુમ્બો : કોંગ્રેસ

પાણીની પાઇપલાઇનમાં ર લાખ વધુ મંજુર : પેવર બ્લોકમાં ૮ લાખ વધુ : બી.આર.ટી.એસ. બસ સ્ટોપમાં ૪ લાખ વધુઃ કે.કે.વી. ચોક નવા બી.આર.ટી.એસ. બસ સ્ટોપમાં ૧૦ લાખ વધુ મંજુર : સ્ટેન્ડીંગ કમીટીમાં સીંગલ ટેન્ડર-ભાવ વધારાની દરખાસ્તોમાં કોંગી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાનો વિરોધ

રાજકોટ, તા. ર૩ :  મ્યુ. કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં શાસકોએ સીંગલ ટેન્ડર અને ૯ થી ૩૦ ટકા ઉંચા ભાવ વાળા કોન્ટ્રાકટને બહુમતીના જોરે મંજુર કરી પ્રજાની તિજોરીને રૂ. ર૪ લાખ જેટલુ નુકશાન પહોંચાડયાનાં આક્ષેપ સાથે આવી  ૪ જુદી જુદી દરખાસ્તોમાં વિરોધ દર્શાવ્યો છે.

આ અંગે સ્ટેડીન્ંગ કમિટીના કોંગી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ દરખાસ્તોમાં વિરોધ દર્શાવવા અંગે સેક્રેટરીને આપેલ પત્રમાં જણાવ્યું છે કે વોર્ડ નં. ૭માં આવેલા કિશાનપરા-૪ થી મહાકાળી મેઇન રોડ પર જાગનાથ પ્લોટ ર૧ સુધી ૪પ૦ એમ. એમ. ડાયા વરસાદી પાઇપ નાખવાના કામમાં એસ્ટીમેન્ટ રૂ. ૧૮,૮૪,૦૦૦ મંજુર કરવામાં આવેલ તેમની સામે એક એજન્સીને સિંગલ ટેન્ડર દ્વારા વધારાના ૯.૭પટકા વધુ ભાવ ચુકવીને રૂ. ર૦,૬૭,૬૯૦/- મંજુરીની આ વધારાની રકમ સામે મારો વિરોધ છે. તેમજ આ કામગીરી સિંગલ ટેન્ડર કરવામાં આવ્યું છે. તો ફરીવાર રીટેન્ડરીંગ થવું જઇએ. માટે મારો આ દરખાસ્ત સામે વિરોધ દર્શાવું છું.

જયારે દ.નં. ર૩૧માં દર્શાવ્યા પ્રમાણે વોર્ડ નં. ૯માં રૈયા ચોક પાસેના સર્વિસ રોડ ના સોલ્ડરમાં ઇન્ટર લોકીંગ પેવીંગ બ્લોક નાખવાના આ કામગીરી માટે એસ્ટીમેન્ટ રકમ રૂ. ૪૯,૧૯,૦૦૦ સામે વધારાના ટકાવારી ૧૭ ટકા વધુ ભાવ ચુકવીને રૂ. પ૭,પપ,ર૩૦-૦૦ મંજુર કરવાની આ વધારાના ટકાવારીના ચુકવણા સામે આ દરખાસ્ત નો મારો વિરોધ છે.

આ ઉપરાંત ઇ.નં. ર૩૬માં દર્શાવ્યા પ્રમાણે બી.આર.ટી.એસ. રૂટ પર ગોંડલ ચોક ખાતેના બી.આર.ટી.એસ. બસ સ્ટોપના વિસ્તરણના કામ આ દરખાસ્તમાં આ કામગીરી ૧૭,૯૬,૦૦૦ના ભાવ પર વધારાના ર૧ ટકા વધુ ભાવ ચુકવીને રૂ. ર૧,૭૩,૧૬૦ ની મર્યાદામાં એજન્સી જય મોમાઇ કન્સ્ટ્રકશનની આ દરખાસ્તમાં પણ વધારાની ટકાવારી તેમજ આ કામગીરીે પણ સિંગલ ટેન્ડર પધ્ધતી આપવામાં આવી છ. માટે આ કામગીરીનું પણ રીટેન્ડરીંગ કરવુ યોગ્ય જણાય માટે આ બાબતે મારો આ દરખાસ્ત સામે વિરોધ છે.

તેમજ ઇ.નં. ર૩૭માં દર્શાવ્યા પ્રમાણે બી.આર.ટી. એસ. રૂટ પર કે.કે.વી. ચોક ખાતે બી.આર.ટી.એસ. બસ સ્ટોપ બનાવવાની કામગીરી માટે મુળ એસ્ટીમેન્ટ ૩૩,પ૦,૦૦૦ સામે વધારાના ૩૦ ટકા વધુ ભાવ ચુકવીને કુલ રૂ. ૪૩,પપ,૦૦૦ આ દરખાસ્તનો પણ મારો વિરોધ છે. આ વધારાના ટકાવારી ચુકવણા સામે વિરોધ છે.  આમ આ સર્વે દરખાસ્તમાં જે વધારાની ટકાવારી ચુકવાઇ છે. તે કયા કારણોસર થાય છે ? તે ખરેખર તપાસનો વિષય છે. આમ આ ખરેખર આ યોગ્ય ગણી શકાય નહીં માટે ઉપરોકત દરખાસ્તના સિંગલ ટેન્ડર તેમજ વધારાના ચુકવણા સામે મારો વિરોધ છે.

એજન્ડા મોડો અપાતા સેક્રેટરીને ટપાર્યા

દરમિયાન સ્ટેન્ડીંગ કમીટીના કોંગી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ તેઓને ગઇ રાત્રે આજની સ્ટેન્ડીંગ કમીટીનો એજન્ડા મોડો મળતાં અભ્યાસનો સમય નહીં મળ્યાનો આક્ષેપ કરી આ બાબતે સેક્રેટરી શ્રી રૂપારેલીયાને આ બાબતનું પુનઃરાવર્તન ન થાય તે જોવા ટકોર કરી હોવાનું શ્રી જાડેજાએ આ તકે જણાવ્યું હતું.

(3:46 pm IST)