રાજકોટ
News of Friday, 22nd November 2019

વિ.વિ.પી. કોલેજમાં સ્નેહ મિલન

રાજકોટ પરિવારની ભાવનાથી કાર્યરત વિ.વિ.પી. એન્જીનીયરીંગ કોલેજ અને ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કિટેકટરના તમામ પ્રાધ્યાપકગણ તથા કર્મચારીગણનું પરિવાર સહિત સ્નેહમિલન આયોજીત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સહ-વ્યવસ્થા પ્રમુખ ડો. નરેન્દ્રભાઇ દવે,વિ.વિ.પી.ગર્વનીંગ બોડીના સભ્ય ડો. રમણીકભાઇ રાણપરા, ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કીટેકચર કોલેજના નિયામક કિશોરભાઇ ત્રિવેદી, વિ.વિ.પી.ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકર, ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કીટેકચર કોલેજના પ્રિન્સીપાલ દેવાંગભાઇ પારેખ ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલનની શરૂઆત ત્રણ ઁકારથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિ.વિ.પી.ના પ્રાધ્યાપકો અને કર્મચારીઓ મળી કુલ ૧ર સભ્યોએ ભાવવહી પ્રાર્થના રજુ કરી હતી. વર્ષ દરમ્યાન અદ્વિતીય સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર કર્મચારીઓનું સન્માન તથા નોધાત્ર સિદ્ધિઓ, કામગીરીની ઘોષણા કરવામાં આવી હત. મીકેનીકલ વિભાગના અધ્યાપક ડો. રૂપેશભાઇ રામાણી, એપ્લાઇડ સાયન્સ એન્ડ હ્યુમાનીટીઝમ વિભાગના વડા ડો. ઉર્જાબેન માંકડ તથા આર્કીટેચર કોલેજના પ્રો. હકીમુદ્દીન ભારમલે તમામ કર્મચારીઓ વતી પ્રતિભાવો તથા લાગણીઓ રજુ કરી હતી. સ્નેહ મિલનના સમાપન પ્રસંગે બાયોટેકનોલોજી વિભાગના વડા ડો. ધર્મેશભાઇ સુરે આભાર વિવિધ કરી કાર્યક્રમનું સફળ સંચાલન ડો. મિકેનીકલ વિભાગના એસોસીએટ પ્રો.ડો. નિરવભાઇ મણીઆર તથા ઇલેકટ્રીકલ વિભાગના આસીસ્ટન્ટ પ્રો.ડો. સચિનભાઇ રાજાણીએ કયું સ્નેહ મિલનના આયોજન માટે સંસ્થાના મેનેજી઼ગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલ, વિ.વિ.પી.ના પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકર, આર્કીટેકચર કોલેજના પ્રિન્સીપાલ દેવાંગભાઇ પારેખના માર્ગદર્શન હેઠળ ડો. નિરવભાઇ મણીઆર, ડો. ચિરાગભાઇ વિભાકર, ડો. તેજસભાઇ પાટલીયા, ડો. સચીનભાઇ રાજાણી, પ્રો.હકીમુદ્ીન ભારમલ, વહીવટી અધિકારી જીજ્ઞેશભાઇ વ્યાસ, જયેશભાઇ સંઘાણી, નિલદીપભાઇ ભટ્ટી, કિરીટભાઇ શેઠ તથા સમગ્ર કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી. (૬.૩)

(10:07 am IST)