રાજકોટ
News of Friday, 22nd November 2019

એઇમ્સ માટે રાજયનો પ્રથમ ૮ લેન રોડ મંજુર

ગવરીદડથી માલીયાસણ સુધીનો ૧૪ કિ.મી.નો રોડ બનાવાશેઃ ટેન્ડર પ્રક્રિયા શરૂ : રૂડા પાસેથી જમીન મેળવવા કાર્યવાહી શરૃઃ PWD રસ્તો બનાવશે

રાજકોટ તા. ર૧ : રાજકોટને મળેલ ભેટ એઇમ્સ માટે ગાંધીનગર લેવલે ધડાધડ કામગીરી શરૂ થઇ છે, ગઇકાલે ગાંધીનગર, ખાતે રૂડા-PWD અને એઇમ્સના અધિકારીઓની મીટીંગ મળી હતી, જેમાં જામનગર રોડના પરાપીપળીયાથી ગવરીદડ અમે માલીયાસણ સુધી ૯૦ મીટરનો ૧૪ કી.મી.લાંબો રાજયનો પ્રથમ કહી શકાય તેવો ૮ લેન રોડ મંજુર કરાયો હતો, આ કામ માટે ટેન્ડરીંગ પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઇ છે.

આ ઉપરાંત ગવરીદડથી માલીયાસણ સુધી જમીનનું ડીર્માકેશન કરી-જમીન સંપાદન કરી દોઢ વર્ષમાં રસ્તો બનાવી લેવાનું ફાઇનલ કરી આ રસ્તો અમદાવાદ હાઇવે સીકસલેન સાથે જોડી દેવા અંગે પણ ફાઇનલ કરાયું હતું આ રસ્તા માટે રૂડાની જમીનનો ઉપયોગ થશે., રસ્તાની કામગીરી PWD દ્વારા થશે તેમ સુત્રો ઉમેરી રહ્યા છે.

(3:48 pm IST)