વોર્ડ નં. ૧૭ અયોધ્યા સોસાયટીમાં પેવિંગ બ્લોક કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૭ના કોર્પોરેટરશ્રી રવજીભાઈ મકવાણાની ચાલુ વર્ષની ગ્રાંટમાંથી વોર્ડના હરીભાઈ ઘવા રોડ આવેલ અયોધ્યા સોસાયટી શેરી નં.૪ અને ૫ ની પેટા બંધ શેરીમાં પેવિંગ બ્લોકના કામનું ખાતમુહુર્ત શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર રવજીભાઈ મકવાણા, બાગ બગીચા અને ઝુ સમિતિના ચેરમેન અનિતાબેન ગૌતમગીરી ગોસ્વામી તેમજ વોર્ડના કોર્પોરેટર કીર્તીબા રાણાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નં.૧૭ના વોર્ડ પ્રમુખ જેન્તીભાઈ નોઘણવદરા, મહામંત્રી યોગેશભાઈ ભટ્ટ, જગદીશભાઈ વાઘેલા, પૂર્વ પ્રમુખ વિઠલભાઈ પટેલ, ભાજપ અગ્રણી ગૌતમગીરી ગોસ્વામી, રમેશભાઈ રામાણી, સુરૂભા ઝાલા, જે.ડી. રૂધાણી, અતુલભાઈ પરમાર, સહિતના લતાવાસીઓ બહેનો તેમજ ભાઈઓ હાજર રહેલ.