રાજકોટ
News of Thursday, 21st October 2021

શિલ્પન વીલા ફલેટ હોલ્ડર્સ એસો. દ્વારા નવરાત્રી ઉજવણી - શસ્ત્ર પૂજા

રાજકોટ : કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ પાછળ આવેલ શિલ્પન વિલા ફલેટ ખાતે હોલ્ડર્સ એસો. દ્વારા નવરાત્રીનું પારિવારિક આયોજન કરાયુ હતુ. નવે નવ દિવસ પ્રસાદીરૂપે નાસ્તો અપાયો હતો. છેલ્લે દિવસે મીસ્ટર એન્ડ મીસીસ ડો. પારવારની પરિવાર દ્વારા દરેક બાળાઓને ભેટ અપાયેલ. વિજયાદશમીના દિવસે ૮ પ્રકારના શસ્ત્રોનું વિધિ વિધાન સાથે પૂજન કરાયુ હતુ. જેમાં સોસાયટીના પ્રમુખ મનજીભાઇ પટેલની અધ્યક્ષતામાં દેવેન્દ્રભાઇ શર્મા, મનસુખભાઇ પટેલ, રમેશભાઇ પટેલ, પારસભાઇ, જયભાઇ, વિજયભાઇ, સમીરભાઇ, દિપકભાઇ, ઋષીતભાઇ, સિધ્ધાર્થભાઇ, કેતનભાઇ, મેહુલભાઇ, અનીલભાઇ સહીતના સાથે જોડાયા હતા.

(2:42 pm IST)