રાજકોટ
News of Tuesday, 22nd October 2019

પુષ્ય નક્ષત્રમાં ઝવેરીબજારમાં રોનક: દરવર્ષ કરતા ખરીદીમાં ઘટાડો :હવે ધનતેરસની આશા

સોનાના ઊંચા ભાવ અને મંદીને કારણે લાઈટ વેઇટ ઘરેણાં ખરીદી શુકન સાચવતા ગ્રાહકો

રાજકોટ : આજે પુષ્ય નક્ષત્રના અવસરે ઝવેરીબજારમાં સારી ઘરાકીની વેપારીઓની આશા હતી પરંતુ  મંદી અને સોનામાં ભાવ વધારાને કારણે આ વર્ષે ગ્રાહાકીમાં ઘટાડો જોવાયો હતો ત્યારે હવે જવેલર્સ ધનતેરસ પર મીડ માંડીને બેઠા છે.

  દીવાળી પહેલા આવતા પુ્ષ્ય નક્ષત્રમા ખરીદીથી ફાયદો થાય છે. જેથી વર્ષોથી આ શુભ પર્વ પર જવેલર્સેને ત્યાં ભીડ જોવા મળતી હોય છે. આ વર્ષે સોમવાર સાંજથી મંગળવાર સાંજ સુધી એટલેકે બે દિવસ પુષ્ય નક્ષત્ર હોવા છતા ઘરાકી જોઈએ તેટલી એટલી જામી નહી. હોવાનું વેપારીઓ જણાવે છે

  વેપારીના કહેવા મુજબ સોનાના ભાવમાં મોટો વધારો થયો છે. ગત વર્ષે 32000 ભાવ હતો. જે આ વર્ષે 39000 થયો છે. આ સાથે આર્થીક મંદી અને ચાઇના ટ્રેડ વોર પણ જવાબદાર છે. જેથી ગત વર્ષ કરતા 25થી 30 ટકા ઘરાકી ઘટી છે.
   લગ્ન અર્થે લોકો ખરીદી કરે છે. પરંતુ પોતાના બજેટ અનુસાર ખરીદી કરીને લોકો સંતોષ માની રહ્યા છે. ખાસ કરીને સિક્કા-લગડી તેમજ સોનાના દાગીનાની ખરીદી કરી હતી. વેપારીઓને પુષ્ય નક્ષત્ર તો ફળ્યું નથી હવે ધનતેરસની આશા છે.

(8:18 pm IST)