ન્યુ સાગર સોસાયટીમાં ઘરકામ બાબતે સંગીતાબેન ગઢવીને પતિ-સાસરીયાનો ત્રાસ
પતિ ધર્મેશ, સાસુ અમુલાબેન, સસરા જેશીંગભાઇ, નણંદ બીંદુ, શિતલ અને બબુ ઉર્ફે બીનલ સામે ગુનો
રાજકોટ તા ૨૨ : કોઠારિયા રોડ ન્યુ સાગર સોસાયટીમાં ઘરકામ તથા રસોઇ જેવી નજીવી બાબતે ગઢવી મહિલાને પતિ, સાસુ,સસરા, અને ત્રણ નણંદ શારીરીક, માનસીક ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ જામનગર રોડ પર બજરંગવાડીમાં માવતરના ઘરે રહેતા સંગીતાબેન ધર્મેશ ફૂનડા (ઉ.વ.૩૨) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં કોઠારિયા રોડ, કેદાર ગેઇટની અંદર ન્યુ સાગર સોસાયટીમાં રહેતા પતિ ધર્મેશ જેશીંગભાઇ ફૂનડા, સાસુ અમુલાબેન ફૂનડા, સસરા જેશીંગભાઇ ફૂનડા, નણંદ બીંદુ લલીતભાઇ જામંગ, શિતલ આનંદભાઇ નાગૈયા, બાબુ ઉર્ફે બીનલ રવિભાઇ ખાત્રાના નામ આપ્યા છે. સંગીતાબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતાના લગ્નના થોડા સમયબાદ પતિ, સાસુ, સસરા અને ત્રણેય નણંદ ઘરકામ તથા રસોઇ જેવી નાની નાની બાબતમાં '' તારી માં એ તને કંઇ શીખડાવેલ નથી'' ચ.મ કહી મેંણા ટોંણા મારી મારકુટ કરતા હતા અને માવતરેથી દાગીના લઇ આવવા બાબતે મેણાં ટોણાં મારી ત્રાસ આપતા, મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એ.જે. લાઠીયાએ તપાસ હાથ ધરી છે.