રાજકોટ
News of Tuesday, 22nd October 2019

શાળા-હોસ્પીટલ-બાંધકામ સાઇટ મચ્છરોના ઘર!?

વિરલ હોસ્પીટલ, રાજશ્રી બજાજ શોરૂમ, નિલકંઠ વિદ્યાલય, જય ગણેશ પ્રા.લી., આકાર હાઇટસ, રેવન્યુ બાંધકામ સાઇટ સહીતના સ્થળોએ મચ્છર ઉત્પતીઃ રૂ. પપ હજારનો દંડઃ આરોગ્ય શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા., રરઃ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા દવા છંટકાવ, ફોંગીગ તથા મચ્છર ઉત્પિત સબબ નોટીસ સહીતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે વિવિધ વિસ્તારમાં સઘન ઝુંબેશના ભાગરૂપે ચેકીંગ હાથ ધરવામાં આવી રહયું છે. આ ચેકી઼ગમાં હોસ્પીટલ, શોરૂમ, બાંધકામ સાઇટ, શાળા સહીતના સ્થળોએ મચ્છરના પોરા જોવા મળતા નોટીસ ફટકારી રૂ. પપ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદી મુજબ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલની સૂચના અનુસાર આરોગ્ય શાખાની ટીમ દ્વારા જયાં લોક સમુદાય વધુ એકત્રિત હોય તેવી પ્રિમાઇસીસમાં મચ્છર ઉત્૫તિ  સબબ ચેકીંગ અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. જેમા જય ગણેશ ઓટો પ્રાઇવેટ લી. –૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે છત ૫ર અગાશીમાં તથા ભંગારમાં જમા પાણીમાં મચ્છરના પોરા જોવા મળેલ.

જય ડેવલો૫ર – સરદાર ચોક ખાતે બાંદ્યકામ સાઇટ ૫ર જમા  પાણીમાં મચ્છરના પોરા જોવા મળેલ છે.

નિલકંઠ પ્લાઝા કોમ્પ્લેક્ષના સેલરમાં જમા પાણીમાં મચ્છરના પોરા જોવા મળેલ છે.

અશોક જનરેટર –ગોંડલરોડ જનરેટર ૫ર અગાશી ૫રના બેરલમાં મચ્છરના પોરા જોવા મળેલ છે.

વિરલ હોસ્પિટલ–ગોંડલરોડ ખાતે સેલરમાં મચ્છરના પોરા જોવા મળેલ છે.

રાજશ્રી બજાજ શો રૂમ –ગોંડલ રોડ ખાતે પ્લાસ્ટીકની ટેન્કમાં મચ્છરના પોરા જોવા મળેલ છે.

કુવાડવારોડ, ૮૦ ફુટ રોડ ૫રની બાંદ્યકામસાઇટ (પ્રેમજીભાઇસોલંકી) ખાતે અન્ડરગ્રાઉન્ડટેંક, છજજામાંઅને બાંદ્યકામ સાઇટના બ્લોકમાં મચ્છરના પોરા જોવા મળેલ છે.  કુવાડવા રોડ, ૮૦ ફુટ રોડ ૫રની બાંદ્યકામ સાઇટ (કમલેશભાઇ) ખાતે લિફટના ખાડામાં, સેલર અને બાંદ્યકામ સાઇટના બ્લોકમાં મચ્છરના પોરા જોવા મળેલ છે. કુવાડવા રોડ, ૮૦ ફુટ રોડ ૫રની બાંદ્યકામ સાઇટ (ખીમજીભાઇ) ખાતે ટાંકા માં મચ્છરના પોરા  જોવા મળેલ છે. કુવાડવા રોડ, ૮૦ ફુટ રોડ ૫રની બાંદ્યકામ સાઇટ (કિરીટભાઇ) ખાતે ટાંકા માં મચ્છરનાપોરા જોવા મળેલ છે. કુવાડવા રોડ, ડી – માર્ક પાસેની બાંદ્યકામ સાઇટ (કિરીટભાઇ) ખાતે બાંદ્યકામ સાઇટના ખાડામાં મચ્છરના પોરા જોવા મળેલ છે.

નિલકંઠ વિદ્યાલય (બાંધકામસાઇટ) – ખાતે લીફટના ખાડા માં મચ્છરના પોરા જોવા મળેલ છે.

આકાર હાઇટસ–ખાતે લીફટના ખાડામાં મચ્છરનાપોરા જોવા મળેલ છે. નીલકંઠ પ્લાઝ કોમ્૫લેક્ષના સેલરમાં જમા પાણીમાં મચ્છરના પોરા જોવા મળેલ છે.

વિરાણી રેસીડેન્સી (બાંધકામ સાઇટ) –કોઠારીયા, ઓટો પોઇન્ટ કોમ્પ્લેક્ષ, રેવન્ટ બાંધકામ સાઇટ– સૈારભ બંગ્લા રોડ ખાતે મચ્છરના પોરા જોવા મળેલ છે.

પાર્ક એવન્યુ બાંઘકામ સાઇટ– મવડી મે. રોડ ખાતે સહીતના સ્થળોએ મચ્છરોના લાર્વા જોવા મળતા તમામને નોટીસ ફટકારી રૂ. પપ હજારનો દંડ વસુલવામાં આવ્યો છે.

(3:32 pm IST)