રાજકોટ
News of Tuesday, 22nd October 2019

ઘરફોડ ચોરીના અનેક ગુનામાં સામેલ ગોંડલના દિલીપ પરમારને પાસા

રાજકોટ, તા. રર :  શહેર અલગ-અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં સામેલ ગોંડલના દેવીપૂજક શખ્સને પાસામાં ધકેલી દેવાયો છે.

મળતી વિગત મુજબ શહેરના વીરાણી અઘાટમાં કારખાનામાં થયેલી લાખો રૂપિયાની કોપરવાયરની ચોરીમાં ભકિતનગર પોલીસે દીલીપ રમેશભાઇ પરમાર (ઉ.વ.ર૦) (દેવીપૂજક) (રહે. ગોંડલ જામવાળી પાસે ઝુંપડપટ્ટીમાં)ની ધરપકડ કરી હતી. આ શખ્સને પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા ભકિતનગર  પોલીસ મથકના પીઆઇ વી.કે. ગઢવી તથા પી.આઇ. એસ.એન. ગડુ, પી.એસ.આઇ. પી.વી. જેબલીયા, હેડ કોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, મનિષભાઇ સિરોડીયા, દિવ્યરાજસિંહ ઝાલા તથા પીસીબી શાખાના હેડ કોન્સ. રાજુભાઇ દહેકવાલ, શૈલેષભાઇ અજયભાઇ, ઇન્દ્રજીતસિંહ તથા હોમગાર્ડના હાર્દિકભાઇ સહિતે દિલીપ રમેશભાઇ પરમાર (ઉ.વ.ર૦) ની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં ધકેલી દેવાયો છે. દિલીપ તેના સાગરીતો રઉફ ઇસાણી, જાકીર ઉર્ફે રાજુ કુરેશી, જસમત સોલંકી, દિપક ઉર્ફે દિપુ સાડમીયા, કમલેશ દંગી સાથે મળીને ભકિતનગર, તાલુકા આજીડેમ તથા શાપર-વેરાવળ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરી હતી.

(3:31 pm IST)