રાજકોટ
News of Tuesday, 22nd October 2019

ગુંદાવાડી, લક્ષ્મીવાડી તથા કેવડાવાડીના વિવિધ વિસ્તારોમાં ફોગીંગની કામગીરી

 રાજકોટઃ વર્તમાન સમયમાં ચોમાસા પછી સ્વાભાવિક પણે શહેરમાં થોડા ઘણા અંગે રોગચારો ફેલાયેલો છે. તે સામે મહાનગરપાલિકા દ્વારા લોકો માટે આરોગ્યલક્ષી પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છ.ે તે અંતર્ગત વોર્ડ નં.૧૪માં ફોગીંગની કામગીરી કરવામાં આવેલ. આ અંગે માહિતી આપતા આ વોર્ડના કોર્પોરેટર વર્ષાબેન રાણપરા જણાવે છે કે, વોર્ડ નં.૧૪ ના ગુંદાવાડી, લક્ષ્મીવાડી તથા કેવડાવાડી સહીતના રહેણાંક વિસ્તારો અને વ્યાપારિક વિસ્તારોમાં તા.ર૦/૧૦/ર૦૧૯ ના રોજ વ્હિકલ માઉન્ટેડ ફોગીંગ મશીનથી ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. આ કામગીરી દરમ્યાન વોર્ડ નં.૧૪ ભાજપ પ્રભારી નીલેશભાઇ જલુ, મહામંત્રી નરેન્દ્રભાઇ કુબાવત, ભાજપના આગેવાનો વિપુલભાઇ માખેલા, બંટીભાઇ, પ્રભુભાઇ, ગીરીશભાઇ, મુકેશભાઇ રાણપરા, નરેન્દ્રભાઇ મકવાણા સહીતના આગેવાનો સાથે રહ્યા હતા.

(3:17 pm IST)