રાજકોટ
News of Tuesday, 22nd October 2019

સહકાર મેઇન રોડ ઉપર ક્ષત્રિય યુવાન ઉપરના ખુની હુમલા કેસમાં આરોપી જામીન પર

રાજકોટ,તા.૨૨: શહેરના સહકારનગર મેઈન રોડ ઉપર વડલાવાળા ચોકમાં જાહેરમાં ક્ષત્રીય યુવાન હિતેન્દ્રિસંહ ઝાલા ઉપર આગલા દિવસે સ્ફૂટર અથડાવા બાબતે થયેલ માથાફૂટનો ખાર રાખી કરેલ ખૂની હુમલાના ગુન્હામાં પકડાયેલ સાહિલ સલીમભાઈ હાલા તથા ફેઝાન આબીદભાઈ મોગલના જામીન સેશન્સ અદાલત દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, સીંદુરીયા ખાણના કાંઠે ઘનશ્યામનગર શેરી નં.૭, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ખાતે દિલીપસિંહ જેઠુભા ઝાલાએ ભકિતનગર પો.સ્ટે.માં તા.૨૭/૦૮/૨૦૧૯ ના રોજ એ મતલબની ફરીયાદ લખાવેલી કે તેના દિકરા હિતેન્દ્રસંહ  ઝાલા ઉપર સહકારનગર મેઈન રોડ ઉપર આવેલ વડલાવાળા ચોકમાં આગલા દિવસે મોટરસાઈકલ અથડાવા બાબતેનો ખાર રાખી આરોપીઓ (૧) શરફરાજ ઉફફે સેફુડો રહે. જંગલેશ્વર શેરી નં. ૨૭ તવક્કલ ચોક, રાજકોટ (૨) ફેઝાન ઉફે મોગલ આબીદભાઈ મોગલ રહે. ગાંધી સોસાયટી શેરી નં.૧ પ્રણામી ચોકવાળો રોડ, રાજકોટ (૩) મુઝકીર ઉર્ફ મજડો દિલાવરભાઈ બ્લોચ રહે. જંગલેશ્વર શેરી નં.૨૧ નુરાની ચોક, રાજકોટ (૪) સાહીલ ઉફે સાયલો સલીમભાઈ હાલા રહે. મહાત્મા ગાંધી સોસાયટી શેરી નં.ર રાજકોટવાળાએ જીવલેણ હમલો કરી પડખાના ભાગે છરીઓના ઘા મારી હિતેન્દ્રિસંહ  બચવા માટે ભાગવા જતા તમામ આરોપીઓ તેની પાછળ દોડી છરીથી પગના ભાગે બે ઘા મારી અને લાકડી તથા લાતોથી માર મારી ગંભીર ઈજાઓ કરી તમામ આરોપીઓએ ઈજા પામનારને જાનથી મારી નાંખવાની કોશીષ કરી મોટર સાઈકલમાં ભાગી ગયેલ હતા.

ફરીયાદ ઉપરથી ગુન્હો નોંધાતા ભકિતનગર પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરતા આરોપી સાહીલ હાલા તથા ફેઝાન મોગલેએ જેલમાંથી છુટવા માટે રાજકોટની સેશન્સ અદાલતમાં તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે જામીન અરજી દાખલ કરેલ હતી.

કોર્ટે બન્ને પક્ષકારોની દલીલોના અંતે સેશન્સ અદાલતે આરોપીઓ તરફે થયેલ દલીલો ગ્રાહય રાખી આરોપી મનોજ મુનાભાઇ રાઠોડના જામીન મંજુર કરેલ હતા.

આ કામમાં આરોપીઓ સાહીલ ઉર્ફે સાયલો સલીમભાઇ હાલા તથા ફૈઝાન આબીદભાઇ મોગલ વતી રાજકોટના જાણીતા યુવા એડવોકેટશ્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ, કૃષ્ણ પટેલ, અંશ ભારદ્વાજ, હાર્દિક શેઠ રોકાયેલ હતા.

(3:11 pm IST)