રાજકોટ
News of Tuesday, 22nd October 2019

વિખ્યાત મારૂતિ કુરીયરનો ૩૫માં વર્ષમાં ધમાકેદાર પ્રવેશ

દેશભરમાં ઈન્ટરનેટ કનેકટેડ ૨૨૦૦થી વધુ આઉટલેટ, ૮ હજારથી વધુ સ્ટાફ : 'એકસપ્રેસ કાર્ગો સર્વિસ'નો પ્રારંભઃ કામગીરી પેપરલેસ બનશેઃ રામભાઈ મોકરીયા

રાજકોટઃ ગુજરાતની ગરવીધરા ઉદ્યોગ સાહસીકોની જન્મદાત્રી છે. ગુજરાતના ઉદ્યોગ સાહસીકોમાં પથ્થરમાંથી પાણી કાઢવા જેવી શકિત છે, તેના કારણે જ આજે ગુજરાતના ઉદ્યોગકારો વિશ્વભરમાં સારી નામના ધરાવે છે, આવા જ એક ઉદ્યોગ સાહસિક છે રામભાઇ મોકરીયા. શ્રી મારૂતિ કુરીયર સવર્સીસીઝ પ્રા.લી. ના ફાઉન્ડર.

વિજયાદશમી તા. ૨૨-૧૦-૧૯૮૫ ના રોજ પોરબંદર સહિતના પાંચ સેન્ટરથી પ્રારંભ પામેલ શ્રી મારૂતિ કુરીયર સર્વીસીઝ પ્રા.લી. કંપની આજે ૩૪ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ૩૫ મા વર્ષમાં ધમાકેદાર પ્રવેશ કરી રહી છે.

કંપનીને રાષ્ટ્રીય સ્તરે નામાંકીત કરી, ભારતમાં મોર્ડન કુરીયર સર્વિસનો ટ્રેન્ડ શરૂ કરી ફ્રેન્ચાઇઝી મોડેલને સકસેસફુલ બનાવનાર રામભાઇ મોકરીયા ભારતની કુરીયર ઇન્ડસ્ટ્રીના ભિષ્મ પિતામહ કહીએ તેમાં અતિશયોકિત નથી. હવે તેમના બન્ને યુવાન સુપુત્રો ચિ. અજય (એમ.ડી.) અને ચિ. મૌલીક (જોઇન્ટ એમ.ડી.) દુરંદેશીપૂર્વક કંપનીને વૈશ્વીક સ્તરે લઇ જવા તત્પર છે.

ભારતભરમાં ઇન્ટરનેટ કનેકટેડ ૨૨૦૦+ આઉટલેટ, ૮૦૦૦ + યુવા કર્તવ્યનિષ્ઠ સ્ટાફ સાથે ઇન્ટરનેશનલ સર્વિસ કવોલીટી, ડીજીટલ ડીલીવરી સીસ્ટમ સાથે દેશની સર્વ પ્રથમ નંબર ૧ કુરીયર કંપની છે, કુરીયર ક્ષેત્રે ૩૪ વર્ષનો યશશ્વી લેન્ડમાર્ક સર કરનાર એકમાત્ર ઇન્ડીયન કુરીયર કંપનીનું શ્રેય શ્રી મારૂતિ કુરીયર સર્વીસીઝ પ્રા.લી. ને ફાળે જાય છે.

ભારત વિશ્વભરમાં એક આર્થિક મહાસત્તા તરીકે ઉભરી રહ્યુ છે. વિકસતા ભારતની ૩ Trillon Economy સાથે ઇન્ડિયન લોજીસ્ટીક ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ શરૂ થઇ ચૂકી છે. તેની સાથે કદમ મીલાવવા શ્રી મારૂતિ કુરીયર સર્વીસીઝ પ્રા.લી. દ્વારા Express Cargo Service શરૂ કરવામાં આવી છે. તેનાથી કસ્ટમર્સને Heavy Bulk Cargo ની ડીલીવરી માટે વિશ્વસનીય સેવા મળશે. ભારતના તમામ મેટ્રો સીટીમાં Express Cargo Service પ્રારંભ થઇ ચૂકી છે.

મિશન- ૨૦૨૦ના અભિયાન હેઠળ કંપનીની કોર્પોરેટ મેનેજમેન્ટ ટીમ એમ.ડી. શ્રી અજયભાઇ મોકરીયા અને જોઇન્ટ એમ.ડી. શ્રી મૌલિકભાઇ મોકરીયાની લીડરશીપ હેઠળ નેટવર્ક ડેવલપમેન્ટ પ્લાનમાં વ્યસ્ત છે. તાજેતરમાં ઇન્ડિયા ૪૦૦ + નવા લોકેશન કુરીયર સર્વિસ ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

કંપનીમાં ૨૦૦૪ થી ઇન્ટરનેશનલ સર્વિસ શરૂ કરવામાં આવેલ. તેમાં પ્રગતિના નવા સોપાન તરીકે યુકેમાં સ્વતંત્ર નેટવર્કનો શુભ આરંભ કરવામાં આવેલ છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં ૨૫ ટકા ગ્રોથ ટાર્ગેટ કરવામાં આવેલ છે.

શ્રી મારૂતિની યુવા ટીમ હંમેશા  ડાયનામીક અને ઈનોવેટીવ રહી છે. ટેકનોલોજી અને પ્રોડકટ્સ અનુસાર નવા સંશોધન કરી રહી છે. ટેકનોલોજીના યુગમાં દરેક પ્રોસેસ Paperless અને ડીજીટલ ઓનલાઈન થવા જઈ રહી છેે. તેમાં શ્રી મારૂતિ કુરીયર સર્વિસીઝ પણ હમેશા અગ્રેસર છે. કુરીયર સર્વિસમાં  વર્લ્ડકલાસ ટેકનોલોજી ઉપયોગથી ડીલીવરી સીસ્ટમ પર ભાર મૂકેલ છે. ભારતમાં અત્યાધુનિક સર્વિસ આપનાર શ્રી મારૂતિ કુરીયર સર્વીસીઝ પ્રા.લી. નંબર ૧ છે.

રામભાઇ એ શ્રી મારૂતિ કુરીયર સર્વીસીઝ પ્રા.લી. ની ટીમના દરેક સભ્યોને 'કર્મ એજ ધર્મ' Work is Workshop ની સાચી  ફીલસૂફી શીખવી સમાજના સેંકડો અર્ધશિક્ષીત યુવાનોનું હિર પારખી તેમની સુષુપ્ત શકિતઓ ને જાગૃત કરી કોઇપણ જાતના રોકાણ કે જોખમ વગર બ્રાન્ડેડ બિઝનેશની એક સુવર્ણ તક આપી. સમાજમાં સામાજીક, આર્થિક અને શૈક્ષણીક ક્રાંતિનું નિર્માણ કરેલ છે. ૩૫માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે શ્રી રામભાઇ મોકરીયા (મો.૯૯૨૫૧ ૧૮૯૯૯), શ્રી અજયભાઇ મોકરીયા, શ્રી મૌલીકભાઇ મોકરીયા તથા શ્રી મારૂતિ કુરીયર સર્વિસીઝ પ્રા.લી. પરિવાર પોતાના ચેનલ પાર્ટનર અને માનવંતા ગ્રાહક મિત્રોનો હાર્દિક આભાર વ્યકત કરીને અને આવો જ સપોર્ટ ભવિષ્યમાં પણ મળતો રહેશે એવી અમો અપેક્ષા પણ રાખી હોવાનું યાદીમાં અંતમાં જણાવાયું છે.(મો.૯૮૨૫૦ ૭૯૬૧૫)

(1:06 pm IST)