રાજકોટ
News of Tuesday, 22nd October 2019

દુહા-છંદ-લોકગીતના સમન્વયરૂપ 'ગુજરાતી હિન્દી ફયુઝન' યુ-ટયુબ ઉપર થશે લોન્ચ

સ્મિત દોશી અને વત્સલ ડોડીયાનો સ્વર : ખીરસરા પેલેસમાં સંપૂર્ણ શુટીંગ

રાજકોટ તા. ૨૨ : લોકહૈયે ચડેલા આપણી વિરાસત માન ગુજરાતી લોકગીતો અને દુહા છંદનો સમન્વય કરીને તૈયાર કરાયેલ 'ગુજરાતી હિનદી ફયુઝન' દિવાળીના શુભદિને તા. ૨૭ ના યુ-ટયુબ પર લોન્ચ થવા જઇ રહ્યુ છે.

આ અંગેની 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફયુઝન સોંગની ટીમે જણાવેલ કે નવી પેઢી આપણો ગુજરાતી ગીતોનો વારસો જાણે અને માણે તે હેતુથી આ સમગ્ર ફયુઝન સોંગ તૈયાર કરવામાં આવેલ છે.

'ઉંચી તલાવડી', 'નયનને બંધ રાખીને' વગેરે જેવી લોકપ્રિય રચનાઓ તેમજ કેટલીક હિન્દી રચનાઓ પસંદ કરવામાં આવી છે. ગીત, લોકગીત, દુહા, છંદ, કાવ્ય, ગઝલ એમ તમામ વેરાયટીનું ચયન કરવામાં આવ્યુ છે.

સ્વર દોશી સ્મિત અને ડોડીયા વત્સલે આપ્યો છે. તો અભિનય ડોડીયા કશ્યપ, રાજુની તીર્થ, વાઢેર રીયા, માણેક ગીતા, મડીયા પ્રાપ્તિ, વાઘેલા કિશને આપેલ છે. સમગ્ર શુટીંગ રાજકોટની ભાગોળે આવેલ ખીરસરા પેલેસ ખાતે આટોપવામાં આવ્યુ છે.

આ પૂર્વે 'ગરબા ફયુઝન' અને 'શિવાજીનું હાલરડુ' જેવા સોંગ આપીને મળેલી સફળતાથી પ્રેરાઇને આ ટીમે 'ગુજરાતી હિન્દી ફયુઝન' તૈયાર કરેલ છે. જેન શુભ દિવાળીના તા. ૨૭ ના યુ-ટયુબ ચેનલ 'મ્યુઝિક લાઇફ' પરથી લોન્ચ કરવામાં આવશે.

 વધુને વધુ લોકોએ યુ-ટયુબ ચેનલ  'મ્યુઝીક લાઇફ'ની વિઝીટ કરવા અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સ્મિત દોશી (મો.૯૬૩૮૪ ૦૬૭૭૩), વત્સલ ડોડીયા (મો.૬૩૫૨૮ ૩૨૨૬૨) અને ટીમ મ્યુઝીક લાઇફના સભ્યો નજરે પડે છે.

(11:39 am IST)