રાજકોટ
News of Tuesday, 22nd October 2019

ગુરૂવારે રેસકોર્ષ રીંગ રોડ અવનવી રંગોળીથી દીપી ઉઠશે

મ્યુ. કોર્પોરેશન દ્વારા રંગોળી સ્પર્ધા : ભાગ લેવા ઇચ્છુકઓએ આવતીકાલ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકશેઃ પદાધિકારીઓના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ

રાજકોટ તા. ૨૦: દિવાળીના તહેવારો સબબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા કાર્યક્રમનુ આયોજન કરેલ છે. જેના અનુસંધાને તા.૨૪ રોજ રેસકોર્ષ રીંગ રોડ પર આશરે ૩ કિલોમીટર એરિયામાં ચિત્રનગરીના સહયોગથી દિવાળી રંગોળી હરીફાઈનં ુ આયોજન કરવામાં આવેલ છે. તેમ મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર એક સંયુકત યાદીમાં જણાવાયુ છે.

આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે રંગોળી સ્પર્ધા તા.૨૪ રોજ સાંજના ૪ થી ૧૧ દરમ્યાન રંગોળી હરીફાઈનુ આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં કોઈપણ ઉમરની વ્યકિત ભાગ લઇ શકશે. આ ફરીફાઈમાં પ્રથમ પાંચ વિજેતા દરેકને પાંચ હજાર રૂપિયા પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત ૫૧ રંગોળીના કલાકારોને રૂપિયા એક હજાર  પુરસ્કાર તરીકે આપવામાં આવશે. જે સ્કુલ, કોલેજ કે કલાકારો આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હોય  તેઓ ચિત્રનગરી કાર્યાલય (રેસકોર્ષ સ્વીમિંગ પુલની સામે) મંગળવાર સુધી સાંજે ૬ થી ૮ દરમ્યાન રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત મોબાઈલ નંબર ૯૨૨૮૦ ૯૦૮૯૫ ઉપર પણ વોટ્સએપ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે

(4:15 pm IST)