રાજકોટ
News of Monday, 22nd October 2018

રાજકોટના ૧૮૨ છાત્રો દ્વારા સરદાર પટેલના જીવનકવન ઉપર પ્રવચનઃ ૨૭મીએ યુ- ટયુબ પર લોન્ચ

સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતિ અંતર્ગત અનોખું- આગવું આયોજન : ૧૦૦ છાત્રો રાજકોટ ગુરૂકુલના અને ૮૨ છાત્રો અન્ય સ્કૂલનાઃ તમામનું રેકોર્ડીંગ પૂર્ણઃ ૩૧મીએ સરદાર ગૌરવગાથા સમારોહમાં પ્રમાણપત્રથી સન્માનાશે

રાજકોટ,તા.૨૨: લોહપુરૂષ વલ્લભભાઈ પટેલની પુત્ર ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૩મી જન્મજયંતિએ રાજકોટ ગુરૂકુલ દ્વારા 'જસ્ટ ફાઈવ મિનિટ' કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાજકોટ ગુરૂકુલના ૧૦૦ સહિત અન્ય સ્કૂલોના ૮૨ વિદ્યાર્થીઓનું રેકોર્ડીંગ પૂર્ણ થવાના આરે છે. જે ૨૭મીના યુ- ટયુબ ઉપર લોન્ચ કરવામાં આવશે.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ૧૮૨ મીટર ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ ભારત સરકાર વિશ્વને સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલી જન્મદિન પર અર્પણ કરવા જઈ રહી છે. ત્યારે વિશ્વની સામે સરદાર વલ્લભભાઈ પટેલની આદર્શ પ્રતિભાને પ્રસ્થાપતિ કરવા ગુજરાતની એકમાત્ર શહેરની શહેર રંગીલા રાજકોટની વિવિધ શાળાઓના ૧૮૨ વિદ્યાર્થીઓએ  સરદાર ગૌરવ ગાથા ગાઈને સાચી શ્રધ્ધાંજલી આપી હતી.

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ દ્વારા આયોજીત ''જસ્ટ ફાઈવ મિનિટ કોમ્પીટીશન'' અંતર્ગત સરદાર ગૌરવ ગાથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન થયેલ. જેમાં ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ નિમિતે ૧૮૨ વિદ્યાર્થીઓ શબ્દપુષ્પો અને ગુણોના ગાનથી આપી સાચી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

રાજકોટ શહેરના બાળકોને યુ- ટયુબ ઉપર પ્લેટફોર્મ મળે અને પોતાની પ્રતિમાએ હેતુથી વિદ્યાર્થીની સરદાર ગૌરવ ગાથા વકતૃત્વ પ્રવચનોને યુ- ટયુબ પર S4S Motivationચેનલ પર ૨૭મીએ લોન્ચ થશે.

તસ્વીરમાં રાજકોટ ગુરૂકુલના શ્રી જનમંગલ સ્વામી (મો.૯૯૭૮૯ ૮૭૩૧૦), શ્રી રામપ્રિય સ્વામી, વિજયભાઈ વસોયા અને જેન્તીભાઈ વોરા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૯)

(3:59 pm IST)