રાજકોટ
News of Monday, 22nd October 2018

૨૪ કલાક માટે પાણી વિતરણ માટે તૈયારીઃ ડી.આઇ.પાઇપલાઇન નેટવર્ક અડધા રાજકોટમાં

વોર્ડ નં.૧,૩,૪,પ,૭,૮,૧૧,૧૪,૧૮ સહિતના વિસ્તારમાં કામગીરી જોરશોરથી કાર્યરતઃ ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થશેઃબંછાનિધી

રાજકોટ, તા.૨૨: મહાનગરપાલિકા દ્વારા પાણીની સમસ્યાના નિવારણ માટે શહેરના તમામ વોર્ડમાં ડી. આઈ. પાઈપલાઈન નાખવામાં આવે છે. હાલ, મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી જોરશોરથી ચાલી રહી છે અને વહેલીતકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલ છે.

આ અંગે મ્યુનિ.કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યુ હતુ કે, હાલ શહેરના ત્રણેય ઝોનમાં અમુક વોર્ડને બાદ કરતા બાકીના તમામ વોર્ડમાં ડી.આઈ. પાઈપલાઈન નાખવાનું કામ ચાલુ છે, જેમાં ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં. ૪ માં જુના મોરબી રોડથી ૫૦ ફૂટ રોડ પર સમર્પણ પાર્ટી પ્લોટ સુધી ૩૦૦ મી.મી. ડાયા. ડી.આઈ. તથા લગત ટી.પી. રોડમાં ૨૦૦ મી.મી. ડાયા. ડી.આઈ. પાઈપલાઈન નાખવાનું કામ, વોર્ડ નં. ૫ માં સેટેલાઇટ ચોકથી ગ્રામલક્ષ્મી સોસાયટી સુધી ૨૦૦ મી.મી. ડાયા. ડી.આઈ. પાઈપલાઈન નાખવાનું કામ, વોર્ડ નં. ૧૮ કોઠારીયા વિસ્તારમાં નારાયણનગર હેડવર્કસ હેઠળ આવતા તમામ વિસ્તારમાં ડી.આઈ. ડીસ્ટ્રીબ્યુશન પાઈપલાઈન નાખવાનું કામ, વોર્ડ નં. ૧૮ કોઠારીયા વિસ્તારમાં સ્વાતી પાર્ક હેડવર્કસ હેઠળ આવતા તમામ વિસ્તારમાં ડી.આઈ. ડીસ્ટ્રીબ્યુશન પાઈપલાઈન નાખવાનું કામ, વોર્ડ નં. ૧૮ કોઠારીયા વિસ્તારમાં તિરૂપતિ હેડવર્કસ હેઠળ આવતા તમામ વિસ્તારમાં ડી.આઈ. ડીસ્ટ્રીબ્યુશન પાઈપલાઈન  નાખવાનું કામ કાર્યરત છે. તેમજ ઈસ્ટ ઝોનના વોર્ડ નં. ૪ માં રાધામીરા મેઈન રોડ પર આસ્થા વેન્ટીલા, શ્રી વાટિકા સોસાયટીમાં ૨૦૦, ૧૫૦, ૧૦૦ મી.મી. ડાયા. ડી.આઈ. પાઈપલાઈન નાખવાનું કામ, વોર્ડ નં. ૪ માં બેડી ચોકડીથી ભગવતીપરા મેઈન રોડ પર બદરી પાર્ક સુધી ૩૦૦ મી.મી. ડાયા. ડી.આઈ. પાઈપલાઈન નાખવાના કામનું આયોજન કરેલ છે.

શહેરના સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૧૩માં ચંદ્રેશનગર હેડવર્કસ પૈકી અલ્કા સોસાયટી, ન્યુ માયાણીનગર, જુનુ માયાણીનગર, વિશ્વનગર, ચંદ્રનગર, અમરનગર (જુનું), અમરનગર (નવું), ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, નવરંગપરા, રામેશ્વર પાર્ક, જમુના પાર્ક, પરમેશ્વર પાર્ક, મહાદેવવાડી, પરીવાર પાર્ક, પટેલ કોલોની વિગેરે વિસ્તારમાં ડી. આઈ. પાઇપ લાઇન નાંખવાનું કામ પૂર્ણ થયેલ છે. હવે પછી નવલનગર, કૃષ્ણનગર, જે.ડી.પાઠક પ્લોટ (પશ્ચિમ), ગુરૂપ્રસાદ સોસાયટી, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી વિગેરે વિસ્તારમાં ડી. આઈ. પાઇપ લાઇન નાખવાનું ટેન્ડર કામ હાથ ધરાયેલ છે તથા ત્યારબાદ વોર્ડ નં.૧૩ માં નવા ભળેલ વિસ્તાર પૈકી  ખોડિયારનગર (કોઠારીયા અઘાટ) તથા વિશ્વકર્મા સોસાયટી (કોઠારીયા અઘાટ) વિસ્તારોમાં ડી. આઈ. પાઇપ લાઇન નાંખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે જે માટે પ્રાથમીક અંદાજ વિગેરેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

વોર્ડ નં.૭ અને ૧૪ માં જિલ્લા ગાર્ડન આધારીત ડી.આઇ પાઇપ લાઇન નાખવાનાં કામે વોર્ડ નં.૭ માં પ્રહલાદ પ્લોટ, રામનાથપરા, વર્ધમાનગર, કરણપરા, દિવાનપરા, ભવાનીનગર વિગેરે તથા વોર્ડ નં.૧૪ માં બાપુનગર સ્લમ વિસ્તાર, બાપુનગર ઇન્ડ્ર. સોરઠીયા પ્લોટ, દ્યાંચીવાડ, નવયુગપરા, કેવડવાડી, જયરાજ પ્લોટ, ગુંદાવાડી, હાથીખાના, કુંભારવાડા, લક્ષ્મીવાડી, પુજારા પ્લોટ, સોરઠીયાવાડી, લલુડી વોકળી, કોઠારીયા કોલોની, ગોવિંદપરા, મીલપરા વિગેરે  પાઇપ લાઇન નાખવાનું થશે. વોર્ડ નં.૩ રેલનગર -૨, પોપટપરા, કૃષ્ણનગર, રઘુનંદન સોસાયટી, નાથદ્વારા પાર્ક, શ્રીનાથજી પાર્ક, ગંગોત્રી પાર્ક, રાધે પાર્ક, દ્રારકેશ પાર્ક, ઇસ્કોન આશ્રય બંગ્લોઝ, વેકરીયા પાર્ક, સૂર્યા પાર્ક, શિતલ પાર્ક – ૨, શિવદ્રષ્ટી પાર્ક, ઘનશ્યામ બંગ્લોઝ, અમૃત -૨,૩, લોર્ડ ક્રિષ્ના સોસાયટી, ક્રિષ્ના પાર્ક, અમી રેસીડેન્સી, અમૃતધારા, શકિત સોસાયટી, શ્રધ્ધા પાર્ક, ભકિત પાર્ક, શ્રીરામ પાર્ક,સાંઇ પાર્ક, બાલાજી પાર્ક- ૧ તથા ૨, નિલકંઠ પાર્કમાં ડી. આઇ. પાઇપ લાઇન કામ કરવામાં આવેલ છે તથા બાકી રહેતા રેલનગર વિસ્તારમાં આવેલ સોસાયટીમાં પાઇપ લાઇન નાખવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

આ ઉપરાંત વેસ્ટ ઝોન વિસ્તારનાં ચંદ્રેશનગર હેડવર્કસ આધારીત વોર્ડ નં.-૮ (પાર્ટ), વોર્ડ નં.-૧૧ (પાર્ટ), વોર્ડ નં.-૧૩ (પાર્ટ)નાં વિસ્તાતરો તથા રૈયા હેડવર્કસ આધારીત વોર્ડ નં.-૧નાં રૈયાધાર સ્લોમ વિસ્તાસરમાં ડી.આઇ. પાઇપ લાઇન નેટવર્ક કરવામાં આવેલ છે. વોર્ડ નં.-૧રનાં વાવડી વિસ્તાર તથા વોર્ડ નં.-૧૧ ટી.પી.સ્કીમ નં.-ર૪, ર૫ અને ર૬નાં વિસ્તારમાં ડી.આઇ. પાઇપ લાઇન નેટવર્કની કામગીરી કરવામાં આવનાર છે. તેમ અંતમાં મ્યુનિ.કમિશ્નરે જણાવ્યુ હતું.(૨૩.૧૩)

(3:56 pm IST)