રાજકોટ
News of Monday, 22nd October 2018

ડી.એચ. મેદાનમાં કાલે સરગમી સંગીત સંધ્યા

સરગમ કલબ અને કલાસિક નેટવર્ક દ્વારા આયોજન : મુંબઇના દેવ્યાની બેન્દ્રે, આનંદ પલવરકર, ઝમીર દરબાર, અમદાવાદના મુખ્તાર શાહ, મોહસીન શેખ, રાજકોટના સોનલ ગઢવી સહીતના કલાકારો સુર રેલાવશે : રસ ધરાવતા સર્વેને જાહેર નિમંત્રણ

રાજકોટ તા. ૨૨ : શૈક્ષણિક, આરોગ્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે અગ્રીમ સંસ્થા સરગમ કલબ દ્વારા પરિવારના સભ્યો તેમજ જાહેર જનતા માટે કલાસિક નેટવર્ક પ્રા.લી.ના સહયોગથી કાલે તા. ૨૩ ના મંગળવારે  રાત્રે ૮ વાગ્યે ડી.એચ. કોલેજમાં સરગમી સંગીત સંધ્યાનું આયોજન કરાયુ છે.

જેમાં જાણીતા કલાકારો દેવ્યાની બેન્દ્રે (મુંબઇ), મુખ્તાર શાહ (અમદાવાદ), આનંદ પલવરકર (મુંબઇ), ઝમીર દરબાર (મુંબઇ), સોનલ ગઢવી (રાજકોટ), મોહસીન શેખ (અમદાવાદ) જુના નવા ગીતો સાથે મીમીક્રી રજુ કરી શ્રોતાઓને ડોલાવશે. મ્યુઝીક મેલોઝના રાજુભાઇ ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રા સંગીતના સૂર પુરાવશે.

કાર્યક્રમનું ઉદ્દઘાટન શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલના હસ્તે કરાશે. પ્રમુખ સ્થાને શૈલેષભાઇ માંકડીયા (રાધે ગ્રુપ), મુખ્ય મહેમાન તરીકે ધનરાજભાઇ જેઠાણી (ધનરાજ ગ્રુપ), પરાક્રમસિંહ જાડેજા (જયોતિ સીએનસી), નાથાભાઇ કાલરીયા (સન ફોર્જ પ્રા.લી.), જીતુભાઇ ચંદારાણા (મારવાડી એજયુ.), બીપીનભાઇ હદવાણી (ગોપાલ નમકીન), નરેશભાઇ લોટીયા (વૈભવ સ્પીનીંગ), નરેશભાઇ પટેલ (ખોડલધામ ટ્રસ્ટ), કાશ્મીરાબેન નથવાણી (લોહાણા મહાજન પ્રમુખ), કેતનભાઇ મારવાડી (મારવાડી એજયુ.), હરેશભાઇ લાખાણી (અગ્રણી ઉદ્યોગપતિ), જયંતિભાઇ ચોટાઇ (બીઝ હોટેલ), સુરેશભાઇ નંદવાણા (ભવાની ઇન્ડસ્ટ્રીઝ) વગેરે ઉપસ્થિત રહેશે.

સરગમ કલબના સભ્ય પરિવારો તેમજ રસ ધરાવતા સૌ કોઇ કલાપ્રેમીજનોને કાર્યક્રમ માણવા જાહેર અનુરોધ કરાયો છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બનાવવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, અરવિંદભાઇ દોમડીયા, મૌલેશભાઇ પટેલ, કલાસીક નેટવર્કના સ્મીતભાઇ પટેલ, સીતેષભાઇ ત્રાંબડીયા, ઘનશ્યામભાઇ મારડીયાના માર્ગદર્શન હેઠળ સરગમ કલબના કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:42 pm IST)