રાજકોટ
News of Monday, 22nd October 2018

શહેરના ગેરંટીવાળા રસ્તાઓ ચીંથરેહાલઃ જવાબદાર સામે પગલા લો

વોર્ડ નં.૧૩ કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા મ્યુનિ. કમિશનરશ્રીને રજુઆત

રાજકોટ તા ૨૨ : શહેરના મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારના રસ્તાઓ ડામર થી મઢવામાં આવ્યા હતા. પરંતુ આ ગેરંટી વાળા રસ્તાઓ તૂટી ગયા હોય અને બિસ્માર થયેુલ હોય અને તેના જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા અને આ અંગેવિવિધ  પ્રશે માહીતી રજુ કરવા સહિતની બાબતે વોર્ડ નં.૧૩ ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા મ્યુનિ. કમિશનરને લેખીત પત્ર પાઠવી રજુઆત કરી છે.

આ અંગે જાગૃતિબેને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કેમહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે ડામર કામમાં જે ગેરંટી વાળા રાજમાર્ગો રોડ-રસ્તાઓ બનાવવાના કામમાં ગેરંટી લેવામાં આવેલ હતી અને તે પ્રકારના ટેન્ડરો બહાર પાડવામાં આવેલ હતા જે મુજબ અંદાજે ૩૫ કરોડના ગેરંટીવાળા કામો કરાવવામાં આવેલ હતા તે કામ જે એજન્સીને મળેલ હતું તે જ એજન્સીઓ આ કામ કરી રહી છેે કે શું? કે બીજા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે? હાલ જે રોડ-રસ્તાઓ તુટી ગયા હોય તેની તમામ માહિતીઓ આપવી અને જવાબદાર સામે કડક પગલા ભરવા માંગ કરવામાં આવી છે.(૩.૧૮)

(3:40 pm IST)