રાજકોટ
News of Monday, 22nd October 2018

ઇન્ફીનીટી હાઉસ બાંધકામ સાઇટ-વેદમ એપાર્ટમેન્ટ-અજન્તા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ-પંકજ રેસ્ટોરન્ટ સહિતના સ્થળોએ મચ્છરોનો ગણગણાટઃ ૪૫ હજારનો દંડ

રાજકોટ : શહેરના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળતા જયા વિશાળ માનવ સમુહ વધુ સંખ્યામાં એકત્રિત હોય તેવા પ્રિમાઇસીસમાં  મ્યુનિ.કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમ દ્વારા મચ્છર ઉત્પતિ સબબ ખાસ ચેકીંગ અભિયાન હાથ ધરેલ છે.ઇન્ફીનીટી હાઉસ બાંધકામ સાઇટ- ન્યુ કોલેજવાડી, વેદમ એપાર્ટમેન્ટ-બાંધકામ સાઇટ ગાયકવાડીમાં લીફટના ખાડામાં જમા પાણીમાં મચ્છરના પોરા જોવા મળતા વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. આ ચેકીંંગ દરમિયાન ઇન્ફીનીટી હાઉસ બાંધકામ સાઇટ- ન્યુકોલેજવાડી, વેદમ એપાર્ટમેન્ટ-બાંધકામ સાઇટ, ગોલ રેસીડેન્સી-જીવરાજપાર્ક, પ્રાઇડ કોર્પોરેશન-કાલાવડ રોડ, કોસ્મો સ્પ્રાઇડ બાંધકામ સાઇટ, જીવરાજપાર્ક, શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ-કુવાડવા રોડ, કે.એસ.ડીઝલ ૮૦ ફુટ રોડ, ગણેશ ઇન્ડસ્ટ્રીઝ, રણછોડ નગર, પંજક રેસ્ટોરન્ટ, સદર બજાર, દેવજી કોક ઇન્ડસ્ટ્રીઝ-ગ્રીનલેન્ડ ચોકડી, મહાદેવ મેન્યુફેકચર-કોઠારીયા, જયવેલ એરોસ્પેસ ઇન્ડ અને અજન્તા સ્ટીલ ઇન્ડ-સમ્રાટ ઇન્ડ એરીયા, ક્રિસ્ટલ સીટી-કુવાડવા રોડ, શ્રીજી એપાર્ટમેન્ટ-જંકશન પ્લોટ સહિતના સ્થળોએ મચ્છરના પોરા જોવા મળ્યાં હતા. આ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ રૂ. ૪૫ હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. તેમ મ્યુનિ. કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો. પંજક રાઠોડે જણાવ્યું હતું.(૧.૨૮)

(3:39 pm IST)