રાજકોટ
News of Monday, 22nd October 2018

ગરીબોની દિવાળી સુધારવાં કોર્પોરેશનનો સક્ષમ રાજકોટ પ્રોજેકટ

રાજકોટ, તા., રરઃ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ સક્ષમ રાજકોટ પ્રોજેકટ હેઠળ ગરીબોની દિવાળી સુધારવામાં આવશે. આ માટે તા. રપ થી ૧ નવેમ્બર સુધી જાહેર જનતા પાસેથી કપડા, મિઠાઇ, રમકડા વગેરેનો સહયોગ વોર્ડ ઓફીસે સ્વીકારવામાં આવશે. ઉપરાંત ૬૮ હજારના ખર્ચે સ્ટેશનરી, ૪.૪પ લાખના ખર્ચે પાઠય પુસ્તકો કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે. આ તમામનું વિતરણ પ થી ૬ નવેમ્બર સુધી ગરીબ બાળકોને થશે તેમ મ્યુનિસીપલ કમિશ્નર બંછાનીધી પાનીએ જાહેર કર્યુ છે.(૪.૧૬)

(3:36 pm IST)