રાજકોટ
News of Monday, 22nd October 2018

કુપોષિત બાળકોને જરૂરી કીટ વિતરણ

 શેર વિથ સ્માઇલ એન.જી.ઓ. છેલ્લા ૧ વર્ષ કરતા વધારે સમયથી ''કુપોષણ મુકત'' અભિયાન ચલાવી રહયું છે. રાજકોટ જિલ્લા આવા બાળકો દતક લેતાની સાથે એન.જી.ઓ. દ્વારા કુપોષિત બાળકોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં તમામ બાળકોના હેલ્થ ચેક-અપ કરી અને ડોકટર દ્વારા જરૂરી સુચનાઓ પણ વાલીઓને આપવામાં આવી. આ કાર્યક્રમમાં ૪૭ જેટલા અતિકુપોષિત બાળકોને ન્યુટ્રીસન પાવડરના ડબ્બા, સ્કૂલબેગ, લંચબોક્ષ, ખાસ યુનિફોર્મ માટે તૈયાર કરાયેલા લોગો ટી-શર્ટ, લંચબોક્ષ, વોટરબોટલની કીટ આપવામાં આવી. તથા અન્ય આંગણવાડીના ૧૨૫ જેટલા બાળકોને સ્કૂલબેગ આપવામાં આવી. અને ૧૫ જેટલી બેબી-ચેર પણ આપવામાં આવી. આ કાર્યક્રમમાં રાજકોટ નાગરિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન શ્રીમતી અલ્કાબેન કાામદાર, જિલ્લાના સી.ડી.પી. કુમુદિનીબા ઝાલા, ડો. પ્રશાંત ચાંડપા, ડો. મનીષાબેન, ભાવેશભાઇ પંડયા, મયુરભાઇ પટેલ, ચેતનભાઇ જશાાણી, દાતાઓનો તથા આંગણવાડીના બહેનો તથા વાલીઓ ઉપસ્થિત રહયા હતા. શેર વિથ સ્માઇલ એન.જી.ઓ.ના પ્રમુખ કપિલભાઇ પંડયાએ આભાર માન્યો હતો.(૧.૨૫)

 

(3:35 pm IST)