રાજકોટ
News of Wednesday, 22nd September 2021

ઘડીક તડકો તો ફરી વાદળાઓ છવાઇ જાય છે

રાજકોટમાં ધુપછાંવ માહોલ વચ્ચે ઝાપટાનો દોર

રાજકોટઃ શહેરમાં આજેપણ ઝાપટાનો દોર ચાલુ છે. આજે બપોરે દોઢેક વાગ્યાની આસપાસ એકાએક વાદળો છવાઇ ગયા હતા. ઘનઘોર અંધારૂ છવાઇ ગયુ હતુ. વરસાદનું એવુ જોર હતુ કે આજે ઝમાઝમ વરસવાનું ચાલુ જ રહેશે. પરંતુ થોડી જ વારમાં મેઘરાજા થંભી ગયા હતા. ત્યારબાદ પણ ફરી એક વખત જારદાર ઝાપટુ વરસી ગયુ હતુ. આ લખાય છે ત્યારે બપોરે ૨:૩૦ વાગ્યે ફરી સુર્યનારાયણે દર્શન દીધા છે. 

(4:30 pm IST)