રાજકોટ
News of Wednesday, 22nd September 2021

માર્કેટયાર્ડની ચુંટણીમાં ભાજપ પ્રેરીત પેનલમાં અધિકાંશ અથવા બધા નવા ચહેરાઃ કાલે ઉમેદવારી

રાજકોટ, તા., ૨૨: બેડી માર્કેટયાર્ડની ચુંટણીમાં ખેતીની ૧૦ અને રૂપાંતરની ૧ર તથા વેપારી વિભાગની ૪ બેઠકો માટે કાલે તા.ર૩ મીએ સવારે ૧૧ થી પ સુધી ફોર્મ ભરવાનો સમય છે. ભાજપ પ્રેરીત ખેતી અને સંઘ વિભાગની પેનલમાં મોટા ભાગના અથવા તમામ નવા ઉમેદવારો આવે તેવા એંધાણ છે. જીલ્લા  કક્ષાએથી પ્રદેશ નેતાગીરી સાથે પરામર્થ ચાલી રહયો છે. રાત સુધીમાં નામ જાહેર થાય તેવી શકયતા છે.

તાલુકા-જિલ્લા ભાજપ જુથે નોરીપીટ થીયરી અપનાવવા રજૂઆત કરી છે. યાર્ડના શાસક જુથે સંપૂર્ણ નોરીપીટનો વિરોધ કર્યો છે. પ્રદેશની પસંદગીના નામે અમૂક સ્થાનિક આગેવાનો ધાર્યુ નિશાન પાર પાડવા પ્રયત્નશીલ હોવાનું ચર્ચાઇ છે. વેપારીઓની પેનલ પક્ષ પ્રેરિત નહિ હોય સમર્થિત હોય શકે છે. 

(3:58 pm IST)