રાજકોટ
News of Wednesday, 22nd September 2021

નાગરિક બેંકની કાયાકલ્પ માટે 'એક જ વિ-કલ્પ-ક'

કલ્પક મણિઆર જેવા કવોલીફાઇડ વ્યકિતની વરણી અતી આવશ્યક હોવાની સાર્વત્રીક લાગણીઃ સ્થાપિત હિત જાળવવા માટે અસક્ષમ વ્યકિતની નિમણુંક ન થાય તે પરિવાર ક્ષેત્રની ચિંતા

રાજકોટઃ ભારતભરમાં ખ્યાતિપ્રાપ્ત રાજકોટ નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સ અને ચેરમેનશ્રીની ટુંકમાં જ ચુંટણી / વરણી થનાર છે ત્યારે વિશાળ સભાસદ્  વર્ગ અને લાખો ગ્રાહકો નવનિયુકત થનાર બોર્ડ ઓફ ડીરેકટર્સ તેમજ ચેરમેનશ્રીની નિમણુંક અંગે કોની વરણી / ચુંટણી થશે તેની ઉતેજના અનુભવી રહયા છે.

તાજેતરના બેંકિંગ રેગ્યુલેશન એકટના સુધારા અન્વયે કોઇપણ અર્બન કો-ઓપરેટિવ બેંક તેમના બોર્ડમાં બી.આર. એકટ કલમ ૧૦(એ) (ર) મુજબ એકાઉન્ટિંગ, એગ્રીકલ્ચર એન્ડ રૂલર ઇકોનોમી, બેંકિંગ સહકાર, અર્થશાસ્ત્ર, નાણાકીય, કાયદા તજજ્ઞ, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય બેકિંગના અનુભવીને રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ વખતો વખત સુનિશ્ચિત કરેલ હોય તે વિષયના કવોલીફાઇડ / અનુભવી હોવા જોઇએ તેવી સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવેલ છે અને તેનો અમલ કરવો આવશ્યક છે.

આધારભુત વર્તુળોમાંથી મળેલ માહિતી અનુસાર હાલ જે બોર્ડ અસ્તીત્વમાં છે તે બોર્ડ યથાવત રહે તેવી સંભાવનાઓ છે, પરંતુ પ્રશ્ન છે કે તેમાં ૫૦ ટકા કે તેથી વધુ પ્રોફેશ્નલી કવોલીફાઇડ ન હોય કે બેંકિંગ ક્ષેત્રનો અનુભવ ધરાવતા ન હોય તે અંગે વિચારવિમર્શ કરવો અનિવાર્ય.

 ર્બેકિંગ રેગ્યુલેશન એકટ મુજબ ૫૦ ટકા પ્રોફેશ્નલ અથવા બેંકિંગ વિષયક તજજ્ઞ ડીરેકટર્સ રાખવા ફરજીયાત હોય ત્યારે, ચેરમેનશ્રી તરીકે પ્રોફેશ્નલ હોવા અંગે ભલે અનિવાર્ય ન હોય પરંતુ આવશ્યક તો છે જ કારણ કે ડીપોઝીટર અને શેરહોલ્ડરના હીતને અવગણી શકાય નહી તેવંુ બેંકિંગ તજજ્ઞ વર્તુળોમાં ચર્ચાઇ રહયુંં છે.

 સનિષ્ઠ કાર્યકારો પણ ઇચ્છા વ્યકત કરી રહયા છે કે, બેંકનું સુસંચાલન કરી શકે તેવા તજજ્ઞ અને ત્વરીત નિર્ણયશકિત ધરાવતા પ્રોફેશ્નલ હોવા જોઇએ. જો આમ કરવામાં બેંક નિષ્ફળ જશે તો માત્ર સભાસદો, ગ્રાહકો કે થાપણદારોના હીતને જ નુકશાનની સાથોસાથ પરિવાર ક્ષેત્રની અનેક સંસ્થાઓને પણ પારાવાર નુકશાન થશે તેવી ચિંતા પરિવાર ક્ષેત્ર અનુભવી રહયું છે.

 બેકિંગ ઇન્ડસ્ટ્રીઝની અત્યારની પરિસ્થિતી જોતા, નોટબંધી તેમજ જી.એસ.ટી. પછીની મંદી, કોરોનાકાળના બે લોકડાઉન બાદની મહામંદી અને આના કારણે બેંકમાં વધતી જતી ખરાબ લોનનું પ્રમાણ તેમજ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વધતા જતા નિયંત્રણો અને વળી સતત બદલાતી જતી બેંકિંગ ટેકનોલોજી એ સહકારી બેંકોના અસ્તિત્વ માટે જબરજસ્ત પડકાર છે અને આવા પડકારોમાં બેંકો સક્ષમ રીતે વહન કરી શકે તેવા શુભાશયથી જ રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ લાદેલ ડિરેકટરની પસંદગીના નિયમોને ઘ્યાને લઈએ તો કલ્પકંભાઇની ચેરમેન તરીકેની વરણી એ એકમાત્ર વિકલ્પ છે.

 સિવાય કે, અમુક વગદાર જુથ આડકતરી રીતે સત્તા પોતાના હાથમાં રાખવા કહૃયાગરા વ્યકિતની નિમણુંક કરવા માટે સક્રિય થવા હોવાનું ચર્ચાઇ રહયુંં છે, તે ચિંતાનો વિષય છે. સભાસદ્દો, ગ્રાહકો, થાપણદાર શુશાસન માટે કલ્પક મણિઆરની પસંદગી થાય તેવી અપેક્ષા રાખી રહયાના નિર્દેશો મળ્યા છે.

(3:55 pm IST)