રાજકોટ
News of Wednesday, 22nd September 2021

આવતા સપ્તાહથી શહેરના રાજમાર્ગો પર ઇલેકટ્રીક બસ દોડવા લાગશે

સીટી બસ અને બી.આર.ટી.એસ. બસ ઇલેકટ્રીક બસમાં ફેરવાશેઃ તંત્રને રૂ.૫૩.૯૧ પ્રતિ કી.મી ખર્ચઃ દરરોજ ૧૯૦ કિ.મી ચાલશેઃ સરકાર પ્રતિ કિ.મી. રૂ. ૨૫ સુધીની સબસીડી આપશેઃ ૧૫ પૈકી ૫ ચાર્જીંગ પોઇન્ટ તૈયારઃ પુષ્કર પટેલ

રાજકોટ તા. ૨૨:  મ.ન.પા. દ્વારા શહેરમાં પ્રદૂષણ દ્યટાડવા વિવિધ યોજનાઓ કાયર્િાન્વત કરાઇ છે. જેના ભાગરૂપે કેન્દ્ર સરકારના સહયોગથી પેટ્રોલ - ડીઝલ વગર ઇલેકટ્રીક બેટરીથી ચાલતી ઇ-બસ શહેરના બી.આર.ટી.એસ. રૂટ તથા સીટી બસના રૂટમાં દોડાવવાનો પ્રોજેકટ હાથ ધર્યો છે જે અંતર્ગત ૨૪ જેટલી ઇ-બસ આવતા સપ્તાહની શહેરના રાજમાર્ગો પર દોડાવવામાં આવનાર હોવાનું સ્ટે. કમિટિ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું.

આ અંગે પુષ્કર પટેલે જણાવ્યું હતુ કે, શહેરને પ્રદૂષણમુકત કરવા અને બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવાની યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારના સહયોગથી શહેરમાં ઇલેકટ્રીક બસ દોડાવવાની યોજના અમલી બનાવવામાં આવી છે. આ માટે રાજકોટને કુલ ૧૫૦ બસ ફાળવવામાં આવનાર છે. તબક્કાવાર જરૂરીયાત મુજબ ઇલેકટ્રીક બસ શરૂ થશે. જેમાં બી.આર.ટી.એસ. તથા સીટી બસના કેટલાક રૂટ પર ઇલેકટ્રીક બસ દોડવાવામાં આવશે. જેના માટે શહેરનાં ૧૦.૬ કિ.મીનાં બી.આર.ટી.એસ રૂટ પર ઇકલેકટ્રીક બસની ટ્રાયલ કરવામાં આવી હતી. જે સફળ જતા મ.ન.પા દ્વારા વિવિધ રૂટ પર પ્રથમ તબક્કે ૨૪ બસ દોડાવામાં આવનાર છે. ૮૦ ફુટ રોડ અમૂલ સર્કલ પાસે ઇ-બસના ડેપોમાં ૧૫ ચાર્જીંગ પોઇન્ટ તૈયાર કરવામાં આવનાર છે. હાલ પાંચ પોઇન્ટ તૈયાર થયેલ.

ઉર્જા બચત અને પ્રદૂષણ નિવારણની અનેક યોજનાઓને રાજકોટ મહાનગરપાલિકાએ સાકાર કરી છે ત્યારે હવે ઇલેકટ્રીક બસ દોડાવવાનો પ્રોજેકટ અમલી બનશે. આ માટે અગાઉ સરકારે ૫૦ ઇલેકટ્રીક બસ મંજુર કરી હતી અને હવે વધુ ૧૦૦ ઇ-બસ મંજુર કરાઇ છે. આમ કુલ ૧૫૦ ઇ-બસ મળનાર છે.

ઇ-બસને બી.આર.ટી.એસ. રૂટ તથા સીટી બસના કેટલાક રૂટ ઉપર દોડાવવાનું આયોજન છે. ત્યારબાદ તબક્કાવાર જરૂરીયાત મુજબ ઇ-બસોની સંખ્યા વધારવામાં આવશે અને તમામ સીટી બસ તથા બી.આર.ટી.એસ. રૂટમાં બસ ઇલેકટ્રીક બસ દોડાવવામાં આવશે.

ઇ-બસથી તંત્રને સંચાલન ખર્ચમાં દ્યટાડો થશે. કેમકે કેન્દ્ર સરકાર દ્વારા યોજના હેઠળ ઇલેકટ્રીક બસ ચલાવવા માટે તેના વપરાશ પર પ્રતિ કિ.મી. રૂ. ૨૫ સુધીની સબસીડી પણ આપનાર છે. ૧ કિ.મી.ના રૂ. ૫૩.૯૧ ખર્ચ થશે. ૧૫ થી ૧૮ ટીકીટ આવકની આશા છે. ઇ-બસ દરરોજ ૧૯૦ કિમી. ચાલશે.

શહેરમાં ઇલેકટ્રીક બસો દોડવાથીે પ્રદૂષણમાં ઘટાડો થશે. અને શહેરમાં શુધ્ધ પ્રાણવાયુનું પ્રમાણ વધશે.

(3:08 pm IST)