રાજકોટ
News of Wednesday, 22nd September 2021

મનપાએ જમીનો વેચવા કાઢીઃ નવા રાજકોટમાં નવ પ્લોટની હરરાજી

૭પ હજારથી ૧.૩૪ લાખ પ્રતિ ચો.મી.ના ભાવથી બોલી શરૂ થશેઃ અમીન માર્ગ, ૧પ૦ ફુટ રીંગ રોડ, શિલ્પન ઓનેક્ષ, યુનિવર્સિટી રોડ સહીતના વિસ્તારોમા઼ ૧૦ થી ૬ હજાર ચો.મી.ના પ્લોટની તા.રર થી ર૮ ઓકટોબર સુધી ઓનલાઇન હરરાજીઃ ૩૦૦ થી ૪૦૦ કરોડની આવકનો અંદાજ

રાજકોટ તા. રર :.. મ.ન.પા. દ્વારા બજેટની જોગવાઇ મુજબ મ.ન.પા.ની માલિકીની જમીનો વેચવા કાઢી છે. નવા રાજકોટ વિસ્તારમાં આવેલા નવ જેટલા પ્લોટની આગામી તા. રર થી ર૮ દરમિયાન ૩ થી ૧ હજાર ચો. મી.નાં પ્લોટોની ઓન લાઇન હરરાજી થશે.

મ.ન.પા.નાં ટાઉન્ટ પ્લાનીંગ વિભાગે જાહેર કર્યા મુજબ તા. રર ઓકટોબરે ૧પ૦ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે ૬૧૪૩ ચો. મી. નો પ્લોટ તા. રપ ઓકટોબરે જ ૧પ૦ રીંગ રોડ ધોળકીયા સ્કુલ પાસે પ૦૦૦૭ ચો. મી.નો પ્લોટ, ર૬ ઓકટોબરે શીલ્પન ઓનેક્ષ રોડ પર ૧૦,૪૪પ ચો. મી. નો પ્લોટ, તા. ર૬ ઓકટોબરે શીલ્પ ઓનેક્ષ પાછળ, ૪પ૩૮ ચો. મી.નો પ્લોટ તા. ર૭ ઓકટોબરે  ગંગોત્રી પાર્ક રોડ પર ૬૯પ૩ ચો. મી.નો પ્લોટ, તા. ર૭ ઓકટોબરે યુનિવર્સિટી રોડ, કિડની હોસ્પીટલ પાસે ૪૭૭૬ ચો. મી.નો પ્લોટ.

તા. ર૮ ઓકટોબરે રૈયા રોડ પર, સવન સરફેસ પાસે ૩રર૧ ચો. મી.નો પ્લોટ અને તા. ર૮ ઓકટોબરેજ, રૈયા રોડ સાધુ વાસવાણી રોડને લાગુ ર૯૮પ ચો. મી.નો પ્લોટ આમ તા. ર૬ થી ર૮ સુધી દરરોજ બે પ્લોટની હરરાજી સવારે ૧૧ વાગે અને સાંજે ૪ વાગ્યે એમ બે વખત ઓન લાઇન એટલે કે ઇ-ઓકશન થશે.

ઉપરોકત હરરાજીમાં પ્રતિ ચો. મી.નાં ૭પ હજારથી ૧.પ૪ ની અપસેટથી કિંમતથી બોલી શરૂ થશે. નોંધનીય છે કે ઉકત નવ પ્લોટની હરરાજીથી તંત્રને ૩૦૦ થી ૪૦૦ કરોડની આવક થવાનો અંદાજ છે.

(3:07 pm IST)